<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

હિમાચલમાં ખળભળાટ : કુલ્લુની સરકારી કચેરીઓને 24 કલાકમાં ઉડાવી દેવાની ધમકી : હિઝબુલ મુજાહિદ્દીને ઈમેલ મોકલ્યો

મંડી, હમીરપુર, ચંબા બાદ હવે કુલ્લુમાં પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી : વહીવટી તંત્ર એલર્ટ

કુલ્લુ: હિમાચલ પ્રદેશના મંડી, હમીરપુર, ચંબા બાદ હવે કુલ્લુ જિલ્લાની સરકારી અને ખાનગી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન તરફથી જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં 24 કલાકની અંદર કુલ્લુમાં વિવિધ સ્થળોએ બોમ્બ વિસ્ફોટની વાત લખવામાં આવી છે.
આ ઈમેલ ગુરુવારે મોડી રાત્રે લગભગ 1:44 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને એલર્ટ કરી દીધા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ્લુ કોલેજ સહિત ઘણી શાળાઓમાં શુક્રવારે રજા જાહેર કરવામાં આવી છે. કુલ્લુ પોલીસના સાયબર સેલે તપાસ શરૂ કરી દીધી છે.
જિલ્લા કલેક્ટર તોરુલ એસ રવીશે તમામ સરકારી વિભાગના વડાઓ અને જરૂરી જાહેર સંસ્થાઓના પ્રભારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે ગભરાશો નહીં અને બધા શાંતિ જાળવો. વહીવટી તંત્રના આગામી આદેશ સુધી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો.

 

(10:54 AM IST)