<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

પાકિસ્‍તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતુલ્લાહ તરારનું X એકાઉન્‍ટ કરાયું બ્‍લોક

નવી દિલ્‍હી તા.૩: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્‍તાન સામે સતત કડક વલણ અપનાવી રહ્યું છે. ભારત સરકાર દરરોજ પાકિસ્‍તાન વિરુદ્ધ મોટા નિર્ણયો લઈ રહી છે અને દુશ્‍મન દેશને આંચકા આપી રહી છે. ગઈકાલે સાંજે, પાકિસ્‍તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની યુટયુબ ચેનલ ભારતમાં બ્‍લોક કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ, પાકિસ્‍તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતુલ્લાહ તરારનું X એકાઉન્‍ટ મોડી રાત્રે બ્‍લોક કરી દેવામાં આવ્‍યું. હવે તેમનું સોશિયલ મીડિયા એકાઉન્‍ટ ભારતમાં ખોલવામાં આવશે નહીં.

(11:04 AM IST)