હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતના હુમલાનો ડરઃ PoKમાં ફટાકડા અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ તા.૩: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના કડક વલણથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાનના ડરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે POKમાં ઈમરજન્સી લાદવામાં આવી છે, ફટાકડા અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના કડક વલણને કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. ભારતને અમેરિકા તરફથી સંપૂર્ણ સમર્થન મળવાથી નિરાશ પાકિસ્તાન હવે ચીન અને ખાડી દેશોને મદદ માટે અપીલ કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાને કડક પગલાં લઈને PoKમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. પાકિસ્તાનને ડર છે કે ભારત PoK પર હુમલો કરી શકે છે. આ જ કારણ છે કે તેણે PoKમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકયો છે. ઝેલમ ખીણમાં લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, લગ્નોમાં સંગીત વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
