News of Saturday, 3rd May 2025
પત્ની પીયરમાં હતી અને પાછળથી શિક્ષક પતિએ મામાની દીકરી બહેન સાથે લગ્ન કરી લીધા
ઇટાવા જિલ્લાના ભરથના વિસ્તારના નગરિયા યાદવાન ગામમાં બીજા લગ્નને લઈને શિક્ષક દંપતી વચ્ચે ભારે વિવાદઃ બંને પક્ષો વચ્ચે થયેલા વિવાદમાં આશરે અડધા ડઝન લોકો ઘાયલ થયા

ઇટાવાઃ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના ભરથના વિસ્તારના નગરિયા યાદવાન ગામમાં બીજા લગ્નને લઈને શિક્ષક દંપતી વચ્ચે ભારે વિવાદ થયો છે. બંને પક્ષો વચ્ચે થયેલા વિવાદમાં આશરે અડધા ડઝન લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. પોલીસે બંને પક્ષો વચ્ચે થયેલા વિવાદમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. હવે બંને પક્ષોના કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ મામલો ઇટાવા જિલ્લાના ભરથના વિસ્તારના નગરિયા યાદવાનનો છે.
શિક્ષકના બીજા લગ્ન દરમિયાન શિક્ષક દંપતી અને તેના પરિવાર વચ્ચે જોરદાર ધીંગાણું થયું હતું. આશરે અડધા ડઝન લોકો ઘાયલ થયા છે. સ્થાનિક હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઇટાવા જિલ્લાના તાખા બ્લોકમાં ફરજ બજાવતા શિક્ષક અંકુર યાદવે કથિત રૂપે પોતાના મામાની દીકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. જાણકારી મળતા જ તેની શિક્ષક પત્ની પોતાના પીયરના લોકો સાથે સાસરિયામાં પહોંચી હતી. વાતે એવું ઉગ્ર રૂપ ધારણ કર્યું કે, બંને વચ્ચે વાદવિવાદ મારામારીમાં અને પલટાઈ ગયો.
પીડિતાના ભાઈ ઘાયલ મુકુલ યાદવનું કહેવું છે કે, જ્યારે તે પોતાની બહેન અને માં સાથે આ બાબતે વાત કરવા પહોંચ્યો, તો બનેવી અંકુરના પરિવારવાળાએ પહેલા તેની બહેનને માર માર્યો, ત્યારબાદ માં અને પત્નીને ઢોર માર માર્યો, મુકુલે આરોપ લગાવ્યો કે લગ્નના એક મહિના બાદથી અંકુર અને તેની બહેન વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો.
અંકુર સતત મકાન બનાવવા માટે પૈસાની માંગ કરતો હતો અને હવે કોઈને જાણ કર્યા વગર બીજા લગ્ન કરી લીધા છે. અંકુર યાદવે પહેલા જ કોર્ટમાં છૂટાછેડા અંગે અરજી દાખલ કરી છે. ઘટનાની જાણ થતા ભરથના પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પત્નીએ કહ્યું કે, હું આ સંબંધની વિરુદ્ધ છું. મારી ખુશીઓ બરબાદ થઈ ગઈ છે.
એસપી ગ્રામીણ સત્યપાલ સિંહે જણાવ્યું કે, શિક્ષક દંપતી વચ્ચે બીજા લગ્નને લઈને વિવાદ થયો છે. આ કેસમાં અદાલતમાં પણ એક કેસ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં કોઈપણ પક્ષ તરફથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. બંને પક્ષ સાથે જોડાયેલા લોકો ઘાયલ છે, ફરિયાદ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
