<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

યુટયુબ ભારતીયોને કરોડપતિ બનાવી રહ્યું છેઃ ૩ વર્ષમાં ૨૧૦૦૦ કરોડ આપ્‍યા

કોરોના મહામારી પછી યુટયુબે ઘણા લોકોને માલામાલ કરી દીધા ગયા વર્ષે ભારતમાં ૧૦ કરોડથી વધુ યુટયુબ ચેનલોએ કન્‍ટેન્‍ટ અપલોડ કર્યા હતા. તેમાંથી, ૧૫ હજારથી વધુ ચેનલો એવી છે જેના ૧૦ લાખથી વધુ સબ્‍સ્‍ક્રાઇબર્સ છે

નવી દિલ્‍હી,તા.૦૩: કોરોના મહામારી પછી યુટયુબે ઘણા લોકોને માલામાલ કરી દીધા છે. તમે તમારી આસપાસ ઘણી વાર સાંભળ્‍યું હશે કે હું YouTube માંથી સારી કમાણી કરું છું. પરંતુ હવે આ કમાણી અંગે, યુટયુબે પોતે જ જણાવ્‍યું છે કે ભારતીયોના ખિસ્‍સા ભરવામાં તેને મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં, યુટયુબે ભારતીય સર્જકો, કલાકારો અને મીડિયા કંપનીઓને ૨૧ હજાર કરોડ રૂપિયા આપ્‍યા છે. આવનારા સમયમાં આ આંકડા વધી શકે છે કારણ કે YouTube આ સર્જકો માટે ૮૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

યુટયુબના સીઈઓએ કહ્યું કે તેમના આ રોકાણથી ભારતના કન્‍ટેન્‍ટ ક્રિએટર્સ અને મીડિયા કંપનીઓને આગળ વધવામાં મદદ મળશે. આના કારણે કારકિર્દી અને વ્‍યવસાયના નવા રસ્‍તા ખુલશે અને રોજગારીની તકો વધશે. આમાં સૌથી ખાસ વાત એ હશે કે ગયા વર્ષે ભારતમાં બનેલા કન્‍ટેન્‍ટ અન્‍ય દેશોમાં ૪૫ અબજ કલાક જોવામાં આવ્‍યા હતા. જે સ્‍પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય યુટયુબર્સ ઇન્‍ટરનેટ પર કેટલું પ્રભુત્‍વ ધરાવે છે.

યુટયુબના સીઈઓએ જણાવ્‍યું હતું કે ગયા વર્ષે ભારતમાં ૧૦ કરોડથી વધુ યુટયુબ ચેનલોએ કન્‍ટેન્‍ટ અપલોડ કર્યા હતા. તેમાંથી, ૧૫ હજારથી વધુ ચેનલો એવી છે જેના ૧૦ લાખથી વધુ સબ્‍સ્‍ક્રાઇબર્સ છે. તાજેતરમાં, ૧ મિલિયનથી વધુ સબ્‍સ્‍ક્રાઇબર્સ ધરાવતી યુટયુબ ચેનલો ઝડપથી વધી છે.

તમને જણાવી દઈએ કે પીએમ મોદીની યુટયુબ ચેનલ પર ૨.૫ કરોડથી વધુ સબ્‍સ્‍ક્રાઇબર્સ છે. તાજેતરમાં YouTube ૨૦ વર્ષનું થયું છે. આગામી દિવસોમાં, YouTube ઘણા નવા ફીચર્સ લઈને આવવાનું છે, જેના પછી તમે કમેન્‍ટ્‍સ બોલીને તમારો અભિપ્રાય વ્‍યક્‍ત કરી શકો છો.

આ સાથે આસ્‍ક મ્‍યુઝિક ફીચર પણ લાવી શકે છે. આ અંતર્ગત, યુટયુબ પ્રીમિયમ અને મ્‍યુઝિક યુઝર્સ તેમના મૂડ વિશે કહી શકશે. તેના આધારે તેઓ સંગીત સાંભળી શકશે. જ્‍યારે લોન્‍ચ થશે, ત્‍યારે આ સપોર્ટ અંગ્રેજીમાં હશે. ટીવી પર યુટયુબ જોનારા યુઝર્સને ટૂંક સમયમાં મલ્‍ટીવ્‍યૂની સુવિધા મળશે. તેઓ તેમના ટીવી સ્‍ક્રીન પર એકસાથે વિવિધ કન્‍ટેન્‍ટ એકસાથે જોઈ શકશે

(11:45 AM IST)