<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ભારતનો પાકિસ્તાન પર વધુ એક પ્રહાર : પાકિસ્તાન સાથેનો તમામ વેપાર અમર્યાદિત સમય સુધી બંધ

પાકિસ્તાનથી થતા તમામ પ્રકારના પ્રત્યક્ષ અથવા પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ : રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે આતંકવાદને આશ્રય આપતા દેશ પર વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનથી થતા તમામ પ્રકારના પ્રત્યક્ષ અથવા પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય વિદેશ વેપાર નીતિ 2023 હેઠળ લેવામાં આવ્યો છે.
વાણિજ્ય મંત્રાલય દ્વારા 2 મેના રોજ જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બાદ પાકિસ્તાનથી આવતા કોઈપણ ઉત્પાદનો, પછી ભલે તે સીધા આયાત હોય અથવા કોઈ ત્રીજા દેશ દ્વારા પરોક્ષ રીતે આવતા હોય, તે તમામ આયાતો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

 

(12:34 PM IST)