News of Saturday, 3rd May 2025
સારા સમાચાર! UPI યુઝર્સ માટે 16 જૂનથી લાગુ થશે પેમેન્ટનું નવું સિસ્ટમ
ડિજિટલ પેમેન્ટમાં વધારો જોતા NPCIનો મોટો નિર્ણય : બેંકો અને PSPને સિસ્ટમ અપડેટ કરવા આદેશ

નવી દિલ્હી: સતત વધી રહેલા ડિજિટલ પેમેન્ટને ધ્યાનમાં રાખીને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ તમામ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSP)ને તેમની સિસ્ટમ અપડેટ કરવાના નિર્દેશ આપ્યા છે. હવે તેઓએ નવા રિસ્પોન્સ ટાઈમ અનુસાર કામ કરવાનું રહેશે, જેથી યુઝર્સને વધુ સારો અનુભવ મળી શકે. NPCIનું કહેવું છે કે આ ફેરફારોનો હેતુ ટ્રાન્ઝેક્શનની સક્સેસ રેટને જાળવી રાખવાનો છે, ન કે તેમાં કોઈ ઘટાડો કરવાનો. આ નવી સિસ્ટમ 16 જૂનથી લાગુ થશે.
તાજેતરમાં UPI સિસ્ટમને માર્ચ અને એપ્રિલ 2025માં ત્રણ વખત અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. આ દિવસોમાં ઘણા UPI ટ્રાન્ઝેક્શન નિષ્ફળ ગયા હતા. જેના કારણે લાખો યુઝર્સે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
NPCIની તપાસમાં જાણવા મળ્યું કે કેટલીક બેંકોની ચેક ટ્રાન્ઝેક્શન API પર વારંવાર રિક્વેસ્ટ મોકલવામાં આવી રહી હતી. જેના કારણે સર્વર પર વધુ પડતો લોડ આવી ગયો અને સિસ્ટમની પ્રોસેસિંગ ધીમી પડી ગઈ. જૂના ટ્રાન્ઝેક્શનને વારંવાર વેરિફાય કરવાના પ્રયાસે સિસ્ટમને થકવી દીધી હતી.
હવે NPCI ઈચ્છે છે કે તમામ બેંકો અને PSP તેમની સિસ્ટમને નવા ટેકનિકલ સ્ટાન્ડર્ડ અનુસાર અપડેટ કરે, જેથી ટ્રાન્ઝેક્શન ઝડપથી અને સુરક્ષિત રીતે પૂરા થઈ શકે. આનાથી ભવિષ્યમાં UPI આઉટેજથી બચી શકાશે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
