<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

તણાવ વચ્ચે ભારતીય શીખો કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહેબની મુલાકાત લેવા પાકિસ્તાન પહોંચ્યા

ભારત સરકાર તેમના માટે કરતારપુર કોરિડોરમાંથી મુસાફરી કરવા માટે ગાઇડ લાઇન વધારી દીધી: સરહદ પાર કરતા મુલાકાતીઓનું સઘન ચેકીંગ

નવી દિલ્હી : પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે, બંને દેશો વચ્ચેના તમામ સંદેશાવ્યવહાર કાપી નાખવામાં આવ્યા છે, ભારતીય શીખો કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહેબની મુલાકાત લેવા માટે સરહદ પાર કરી રહ્યા છે. જોકે, શીખ યાત્રાળુઓ તરફથી એવી માહિતી સામે આવી રહી છે કે, ભારત સરકાર તેમના માટે કરતારપુર કોરિડોરમાંથી મુસાફરી કરવા માટે ગાઇડ લાઇન વધારી દીધી છે.

પાકિસ્તાની મીડિયા ડોન સાથે વાત કરતા, ભારતીય પંજાબથી સરહદ પાર કરનાર એક યાત્રીએ જણાવ્યું કે, સુરક્ષાના ભાગરૂપે પાકિસ્તાન આવવા માટે ગાઇડલાઇનમાંથી પસાર થવું પડી રહ્યું છે. ભારત સરકાર કરતારપુરની મુલાકાત લેવા માટે સરહદ પાર કરતા મુલાકાતીઓને સઘન ચેકીંગ કરીને મોકલી રહી છે. પાકિસ્તાનમાં શીખ યાત્રાળુઓ સુરક્ષિત રીતે જઇને પરત આવે તે માટેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

બીજા એક યાત્રાળુ કહ્યું કે, તેઓ કરતારપુર કોરિડોર દ્વારા ત્રીજી વખત ગુરુદ્વારા દરબાર સાહેબ આવ્યા છે. તેમને કહ્યું કે, અમારી સુરક્ષા માટે ભારત સરકાર શીખોને કરતારપુર મોકલવા માટે સારી ગાઇડલાઇન તૈયાર કરી રહી છે, જેથી અમને કોઇ પણ ભય રહેતો નથી.

અન્ય એક યાત્રાયુએ કહ્યું કે, શીખ ધર્મના સ્થાપક બાબા ગુરુ નાનકનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને વિશ્વભરમાં રહેતા શીખો પાકિસ્તાન દર્શન માટે આવે છે. તેમણે વિશ્વભરના શીખોને ધાર્મિક વિધિઓ માટે કરતારપુરની મુલાકાત લેવા વિનંતી કરી.

 



 

(1:23 PM IST)