<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

હિમાચલનું હવામાન પલટાયું : લાહોલની ઊંચી ચોટીઓ પર તાજી બરફવર્ષા : રાજ્યમાં આગામી દિવસો સુધી વરસાદનું યથાવત રહેવાની આગાહી

લાહોલ-સ્પીતિ જિલ્લામાં બરફવર્ષા અને રહેણાંક વિસ્તારોમાં વરસાદથી ઠંડીનું મોજુ : મે મહિનામાં લોકો ફરી ગરમ કપડાં પહેરવા મજબૂર

શિમલા: હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિ જિલ્લાની ઊંચી ચોટીઓ પર શનિવાર સવારથી જ રહી રહીને બરફવર્ષા થઈ રહી છે, જ્યારે રહેણાંક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે ખીણમાં ફરીથી કડકડતી ઠંડી પડી રહી છે. મે મહિનામાં પણ લોકો ફરીથી ગરમ કપડાં પહેરવા માટે મજબૂર બન્યા છે.
જો કે, કડકડતી ઠંડી હોવા છતાં લાહોલના સિસ્સુ, કોકસર, જિસ્પા અને ડારચામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. રાજધાની શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આજે હવામાન ખરાબ રહ્યું છે. બીજી તરફ, છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 થી 8 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદનું વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે.

 

(2:01 PM IST)