<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

‘‘અકિલા''ના આંગણે શ્રી સુપાર્શ્‍વનાથ જિનાલયની ૧૯૯મી ધ્‍વજાજીની પધરામણીઃ અક્ષત વધામણા

રાજકોટઃ શહેરના માંડવી ચોક, સોની બજાર સ્‍થીત ૧૯૮ વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્‍વનાથ જિનાલયની ૧૯૯ મી ધ્‍વજાજીની ‘‘અકિલા''ના આંગણે પધરામણી થઇ હતી. ‘‘અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, ‘અકિલા' વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટરશ્રી નીમીષભાઇ ગણાત્રા, શ્રીમતી કિરણબેન નીમીષભાઇ ગણાત્રા તથા સમગ્ર ગણાત્રા અને અકિલા પરિવાર દ્વારા ધ્‍વજાજીના અક્ષત વધામણા કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘના પ્રમુખશ્રી જીતુભાઇ ચા વાળા, પંકજભાઇ કોઠારી, કિરીટભાઇ સંઘવી, દિલીપભાઇ ટોળીયા, દિપકભાઇ મહેતા, હિરાભાઇ મારવાડી તથા શ્રેણિકભાઇ દોશી હાજર રહયા હતા. ઉપરોકત તસ્‍વીરોમાં ધ્‍વજાજીને અક્ષત અને વાક્ષેપથી વધાવતા ‘‘અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, ‘અકિલા' વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટરશ્રી નીમીષભાઇ ગણાત્રા, શ્રીમતી ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા, શ્રીમતી સ્‍મિતાબેન સુનીલભાઇ રાયચુરા, શ્રીમતી કિરણબેન નીમીષભાઇ ગણાત્રા દર્શાય છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:06 PM IST)