News of Saturday, 3rd May 2025
ખેડબ્રહ્મા પોશીના હાઈવે પર હિંગઠીયા ગામ પાસે બસ, બાઈક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માતમા 3 લોકો મોત પાછળ ઓવરટેક જવાબદાર
હિંમતનગરમાં 7 યુવકોના મોત બાદ વડાલીમાં 29 લોકો થયા હતા : વિસ્તારમાં વધતા અકસ્માતોથી કેટલાય લોકોને કાળ ભરખી ગયો જોકે ખાનગી વાહન ચાલકો હજુ પણ મોતની સવારી કરાવે છે

સાબરકાંઠા તા.૩ : સાબરકાંઠાના પોશીના પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખેડબ્રહ્મા પોશીના હાઈવે પર હિંગઠીયા ગામ પાસે બસ, બાઈક અને ખાનગી જીપ વચ્ચે અકસમાતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અન્ય 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ખેડબ્રહ્મા પોશીના હાઈવે પર અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ બને છે. તંત્ર દ્વારા સૂચનાઓ અને ટ્રાફિક નિયમના પાલનને લઇ અવાર નવાર લોક જાગૃત્તા માટે અનેક એક્ટિવિટ કરવામાં આવે છે. છતા અકસ્માતના બનાવો ઘટનાવા નામ ન નથી લઇ રહ્યું. ક્યારે ક હિટ એન્ડ રનની ઘટના બને છે તો ક્યારે ક નશેડીઓ બેફામ વાહચો ચલાવીને અનેક લોકોની જીંદગી સાથે રમત રમતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે આજ રાજ ખેડબ્રહ્મા પોશીના હાઈવે પર હિંગઠીયા ગામ પાસે બસ, બાઈક અને ખાનગી જીપ વચ્ચે અકસમાતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
ખેડબ્રહ્મા પોશીના હાઈવે પર હિંગઠીયા ગામ પાસે બસ, બાઈક અને ખાનગી જીપ વચ્ચે ત્રિપલ અકસમાતની ઘટના સામે આવી છે. અંબાજી વડોદરા બસને અકસ્માત નડતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે અન્ય 10થી વધુ લોકો ઘાયલ થયા છે. હાઇવે રોડના કલર કામનું કામ ચાલુ હોવાને લઈને વન વે હાઇવે કરવામાં આવ્યો હતો જેમાં ઓવરટેકમાં અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે. ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાંથી 108ને ગાડીઓ બોલાવવામાં આવી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વનવાસી વિસ્તારમાં વધતા અકસ્માતોથી કેટલાય લોકોને કાળ ભરખી ગયો છે. જોકે ખાનગી વાહન ચાલકો હજુ પણ મોતની સવારી કરાવે છે તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. તાજેતરમાં હિંમતનગરમાં 7 યુવકોના મોત બાદ વડાલીમાં 29 લોકો થયા હતા.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
