News of Saturday, 3rd May 2025
UAE: બિગ ટિકિટ અબુ ધાબી ડ્રોમાં ભારતીય નાગરિક થજુદીન અલિયાર કુંજુએ જીત્યા 25 મિલિયન દિરહામ
જોકે તેઓ તેમના બે લિસ્ટેડ ફોન નંબરોમાંથી કોઈ પર તેમનો સંપર્ક કરી શક્યા નથી. હોસ્ટ્સે ઉમેર્યું કે તેઓ શો પછી સારા સમાચાર શેર કરવા માટે કુંજુનો સંપર્ક કરવાનો ચાલુ રાખશે પ્રયાસ

અબુ ધાબી : કેરળમાં રહેતા ભારતીય નાગરિક થજુદીન અલિયાર કુંજુએ શનિવારે અબુ ધાબીમાં યોજાયેલા બિગ ટિકિટના રેફલ ડ્રોમાં 25 મિલિયન દિરહામનું ભવ્ય ઇનામ જીત્યું હતું.
શોના હોસ્ટના જણાવ્યા અનુસાર, કુંજુ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં રહે છે. હોસ્ટ રિચાર્ડ અને બૌચરાએ જણાવ્યું હતું કે ઘણી કોશિશ કરવા છતાં તેઓ તેમના બે લિસ્ટેડ ફોન નંબરોમાંથી કોઈ પર તેમનો સંપર્ક કરી શક્યા નથી. જ્યારે આખરે એક કોલ કનેક્ટ થયો, ત્યારે તે સેકન્ડોમાં ડિસ્કનેક્ટ થઈ ગયો. હોસ્ટ્સે ઉમેર્યું કે તેઓ શો પછી સારા સમાચાર શેર કરવા માટે કુંજુનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ રાખશે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
