હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી એનસીઆર અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડાની અને ભારે વરસાદની આગાહી
વીજળી સાથે ભયંકર વાવાઝોડું પૂર્વ રાજસ્થાનથી પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર સુધી ફેલાયુ

નવી દિલ્હી : દિલ્હી એનસીઆર અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વાવાઝોડાની અને ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જો કે વરસાદના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે. કમોસમી વરસાદ અને વાવાઝોડાની ચેતવણી ભારતીય હવામાન વિભાગ (IMD)એ 3 મેના રોજ શનિવારે આપી છે
IMD અનુસાર વીજળી સાથે ભયંકર વાવાઝોડું પૂર્વ રાજસ્થાનથી પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર સુધી ફેલાઈ રહ્યા છે અને આ સિસ્ટમ ગંગા પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહી છે. સમગ્ર પટ્ટામાં કરા પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે. આગામી કેટલાક કલાકો માટે દિલ્હી એનસીઆરમાં વરસાદની ચેતવણી પણ વ્યક્ત કરવામાં આવી છે.
7 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા રહેલી છે. આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય, પૂર્વ અને દ્વીપકલ્પ ભારતમાં વાવાઝોડા, વીજળી, કરા અને ભારે પવન ફૂંકાશે. 5-8 મે દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ અને વીજળી પડવાની પણ શક્યતા રહેલી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં તેલંગાણામાં કેટલાક સ્થળોએ 70-100 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 40-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ત્યારે પૂર્વી મધ્યપ્રદેશ, તેલંગાણામાં કરા પડ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
