News of Sunday, 4th May 2025
યોગ ગુરુ પદ્મશ્રી શિવાનંદ બાબાનું નિધન: 128 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
પદ્મશ્રી શિવાનંદ બાબાના અવસાન બાદ તેમના પાર્થિવ શરીરને મોડી રાત્રે વારાણસીના દુર્ગાકુંડ આશ્રમમાં લવાયા :શિષ્યોએ જણાવ્યું કે શિવાનંદ બાબાના અંતિમ સંસ્કાર રવિવારે હરિશ્ચંદ્ર ઘાટ પર કરાશે

યોગ ગુરુ પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાત્રે વારાણસીમાં ૧૨૮ વર્ષની વયે અવસાન થયું. BHU હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, યોગ ગુરુએ સારવાર દરમિયાન રાત્રે ૮.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે
ખરાબ તબિયતને કારણે તેમને ત્રણ દિવસ માટે BHUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુ પછી, તેમના પાર્થિવ શરીરને મોડી રાત્રે દુર્ગાકુંડ સ્થિત આશ્રમમાં લાવવામાં આવ્યું. અહીં તેમના શિષ્યોએ જણાવ્યું કે શિવાનંદ બાબાના અંતિમ સંસ્કાર આજે (રવિવારે) હરિશ્ચંદ્ર ઘાટ પર કરવામાં આવશે
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
