તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 4th May 2025
બર્કશાયર હેથવેના સીઈઓ પદ પરથી નિવૃત્તની જાહેરાત પછી, બધાની નજર ગ્રેગ એબેલ પર
દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. તો ચાલો જાણીએ કે ગ્રેગ એબેલ કોણ છે અને વોરેન બફેટ તેમને પોતાનો ઉત્તરાધિકારી કેમ બનાવવા માંગે છે?

નવી દિલ્હીઃ પ્રખ્યાત શેરબજાર વ્યક્તિત્વ વોરેન બફેટ ટૂંક સમયમાં બર્કશાયર હેથવેના સીઈઓ પદ પરથી નિવૃત્ત થવાના છે. ઓમાહામાં કંપનીની વાર્ષિક શેરધારકોની બેઠક દરમિયાન વોરેન બફેટે આ વર્ષના અંત સુધીમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ સાથે, તેમણે કંપનીના આગામી સીઈઓ માટે ગ્રેગ એબેલનું નામ પ્રસ્તાવિત કર્યું છે.
વોરેન બફેટની આ જાહેરાત પછી, બધાની નજર ગ્રેગ એબેલ પર છે. દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. તો ચાલો જાણીએ કે ગ્રેગ એબેલ કોણ છે અને વોરેન બફેટ તેમને પોતાનો ઉત્તરાધિકારી કેમ બનાવવા માંગે છે?
ગ્રેગ એબેલ કેનેડાના એડમોન્ટનથી આવે છે. ૧૯૮૪માં, તેમણે આલ્બર્ટા યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. ગ્રેગ યુટિલિટી, રેલરોડ અને રિટેલ વ્યવસાયોમાં કુશળતા ધરાવે છે. તેઓ બર્કશાયર હેથવે એનર્જીના ભૂતપૂર્વ સીઈઓ પણ છે. આયોવાના ડેસ મોઇન્સમાં તેમનો એક આલીશાન બંગલો પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રેગ એબેલની કુલ સંપત્તિ $1 બિલિયન (લગભગ 83,000 કરોડ રૂપિયા) છે.
ગ્રેગ એબેલ છેલ્લા 20 વર્ષથી વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેનો ભાગ છે. તેમની ગણતરી હંમેશા વોરેન બફેટના નજીકના સાથીઓમાં થાય છે. 2018 માં, તેમને કંપનીના ડિરેક્ટર બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા. ગ્રેગ એબેલ હાલમાં બર્કશાયર હેથવેના નોન-ઇન્શ્યોરન્સ વ્યવસાયોના વાઇસ ચેરમેન છે.
બર્કશાયર હેથવેને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં ગ્રેગ એબેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. તેમણે જાપાનની પાંચ મોટી કંપનીઓમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું, જેનાથી કંપનીને ઘણો ફાયદો થયો. 2022 માં, ગ્રેગે બાર્કશાયર એનર્જીમાં પોતાનો 1 શેર વેચ્યો, જેના બદલામાં તેમને $870 મિલિયન (રૂ. 7,221 કરોડ) મળ્યા.
અલબત્ત, વોરેન બફેટે તેમનું ૧.૬ ટ્રિલિયન ડોલર (૧૩૨.૮ લાખ કરોડ રૂપિયા)નું વ્યાપાર સામ્રાજ્ય ગ્રેગ એબેલને સોંપી દીધું છે. પરંતુ આ માટે કંપનીના ડિરેક્ટર બોર્ડની મંજૂરી પણ જરૂરી છે. આ મંજૂરી પછી જ ગ્રેગ એબેલ બાર્કશાયરના નવા સીઈઓ બની શકશે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
