News of Monday, 5th May 2025
૨૦૦૦ સાપને બચાવનાર સ્નેક મેન ખુદ સાપ કરડવાથી જ મૃત્યુ પામ્યો
એ સાપ એટલો ઝેરી હતો કે તેને હોસ્પિટલ પહોંચાડાય એ પહેલાં જ તેનો જીવ જતો રહ્યો હતો

સમસ્તીપુર તા.૫: બિહારના સમસ્તીપુરમાં રહેતો જયકુમાર સહાની ઝેરી સાપોને રેસ્કયુ કરવાનું કામ કરતો હતો. ઝેરી સાપથી ખતરો હોવાથી લોકો એને મારી ન નાખે એ માટે તે જાગળતિ ફેલાવવાનું કામ કરતો હતો. જંગલના જીવો અને ઝેરી સાપોને બચાવવાના કસમ ખાનારો જયકુમાર જાહેર જગ્યાએ નીકળતા સાપ પકડવાનું કામ કરવા ૨૪ કલાક ખડેપગે રહેતો. જોકે એ જ નાગ વંશ તેના મોતનું કારણ બની ગયો. એક રેસ્કયુ કોલ પર ગયેલા જયકુમારને સાપે દંશ મારી દીધો હતો. એ સાપ એટલો ઝેરી હતો કે તેને હોસ્પિટલ પહોંચાડાય એ પહેલાં જ તેનો જીવ જતો રહ્યો હતો.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
