News of Monday, 5th May 2025
ચાલુ મેચમાં ખેલાડીના ખિસ્સામાંથી ફોન સરકયો! રન લેતી વખતે ખુલાસો થતાં હોબાળો મચી ગયો
ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટરના ખેલાડી સાથે થયું છે, જ્યારે તે પીચ પર હતો અને રન લેવા જઈ રહ્યો હતો ત્યારે તેની પાસે રહેલો ફોન જમીન પર સરકી ગયો હતો

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓ નિયમોને વળગી રહે તે માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ખેલાડીઓ ચાલુ મેચમાં અને મેચ પહેલા શું કરે છે તેનું ધ્યાન રાખવામાં આવે છે પરંતુ કાઉન્ટી ક્રિકેટરનો એ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેલાડી ઈંગ્લેન્ડનો ખેલાડી ટોમ બેલીના ખિસ્સામાંથી ફોન સરકી ગયો હતો. જ્યારે બેલી એક રન પૂર્ણ કરવા માટે ક્રીઝ પર બેટ સ્પર્શ કરાવવા જઈ રહ્યો હતો ત્યારે તેના કપડામાં રહેલો ફોન સરકી પડ્યો હતો. ICCના નિયમ હેઠળ મેદાન પર ફોન લઈ જવાની મનાઈ છે. જેઓ રમત સાથે જોડાયેલા છે તેઓ ચાલુ મેચમાં મોબાઈલ ફોન કે અન્ય સંદેશા વ્યવહારના સાંધનોનો ઉપયોગ કરી શકતા નથી. આ ઘટના બાદ લોકોમાં ભારે આヘર્ય છે અને હવે આગળ શું થઈ શકે તે અંગે ઘણાં સવાલો પણ થઈ રહ્યા છે.
આ ઘટના લેન્કેશાયર અને ગ્લોસ્ટરશાયર વચ્ચે ચાલી રહેલી કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ૨ મેચ દરમિયાન બની હતી. આ ઘટના શુક્રવારે (૨ મે)ના રોજ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ સ્ટેડિયમમાં બની હતી. હવે આ જોયા પછી, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું કોઈ બેટ્સમેન ફોન લઈને મેદાનમાં જઈ શકે છે. કેપ્ટન કીટન જેનિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બેલી ૧૦મા નંબરે બેટિંગ કરવા આવ્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં, લેન્કેશાયરના બેલીનો ફોન તેના ખિસ્સામાંથી પડી ગયો જ્યારે તે ક્રીઝ પર રન પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ૩૪ વર્ષીય બેટ્સમેન ૨૨ રન બનાવીને અણનમ રહ્યો અને ટીમે ૪૫૦ રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
ICCના નિયમો શું કહે છે? બેલી સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું બાકી છે. ICC ક્રિકેટના નિયમ ભંગની ઘટનાઓ પર સતત નજર રાખે છે. ઘરેલુ હોય કે આંતરરાષ્ટ્રીય મેચ, નિયમો ખૂબ જ કડક હોય છે. મેચ દરમિયાન કોઈપણ ખેલાડીને વાતચીતમાં સરળતા રહે તેવું કોઈ પણ ગેજેટ લઈ જવાની મંજૂરી નથી. ICCના નિયમો અનુસાર, ખેલાડીઓ મેચ પૂરી ન થાય ત્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં કે મેદાનમાં ફોન લાવવાની મંજૂરી નથી. મેચ પહેલા ટીમ બસમાંથી નીચે ઉતરતાની સાથે જ ફોન જમા કરાવવાનો હોય છે. સ્પોટ અને મેચ ફિક્સિંગથી રમતને થતા નુકસાનને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આ નિયમો કડક કરવામાં આવ્યા છે.
જે રીતે આ ઘટના વાયરલ થઈ રહી છે તેને જોતા બહુ જ જલદી બેલી સામે પગલાં ભરવામાં આવી શકે છે. કારણ કે આ પ્રકારનું કામ ક્રિકેટના નિયમોની વિરુદ્ધમાં છે. હવે આગામી સમયમાં તેની સામે કેવા પગલાં ભરાય છે તે જોવાનું રહેશે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
