<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દુર્ગમ વિસ્તાર અને વિષમ આબોહવામાં પણ BSFએ "ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સનું" દાયિત્વ મજબૂતાઈથી નિભાવ્યું :ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સંવાદ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ : દુર્ગમ ક્ષેત્રોમાં જવાનોને ઓછામાં ઓછી તકલીફ થાય અને મહત્તમ સુવિધાઓ મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રાલય કામ કરી રહ્યા હોવાનું જણાવતા અમિતભાઈ શાહ :ચતુષ્કોણીય કન્સેપ્ટ સાથે બોર્ડર સુરક્ષાની જગ્યાએ ટેરેટોરિયલ સુરક્ષાનો નવો આયામ નિર્મિત કરવામાં આવશે. જેમાં સિવિલ પ્રશાસન, નાગરિકો, જવાનો, પોલીસ જવાનો સામેલ થશે તેમજ બીએસએફનું પણ પ્રમુખ દાયિત્વ રહેશે:અમિતભાઈ શાહ6:59 PM IST

ક્રિકેટ જગતના ભીષ્મ પિતામહ નિરંજનભાઈ શાહ અને બીસીસીઆઇના જયદેવ શાહ ‘અકિલા’ના આંગણેઃ ગણાત્રા પરિવાર સાથે વાગોળ્યા જૂના સંસ્મરણો : સૌરાષ્ટ્રના ક્રિકેટને વૈશ્વિક ફલક પર પહોંચાડનાર પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહનું ‘અકિલા'ના મોભી કિરીટભાઈ ગણાત્રા અને અકિલાના તંત્રી અજિતભાઈ ગણાત્રા દ્વારા ભાવભીનું સ્‍વાગત કિરીટભાઇ ગણાત્રા સાથેની વાતચીતમાં નિરંજનભાઇ શાહ અને જયદેવ શાહે સૌરાષ્‍ટ્ર-ક્રિકેટ એસોસીએશનની સિધ્‍ધીઓ અને ભવિષ્‍યના ડેવલપમેન્‍ટ પ્‍લાન અંગે કરી વિસ્‍તૃત ચર્ચાઓઃ પડધરી પાસેના સણોસરા ગામમાં ફર્સ્‍ટ કલાસ રણજી ટ્રોફી મેચો રમાઇ તે માટે ૩ ક્રિકેટ ગ્રાઉન્‍ડ તૈયાર કરાયાઃ દરેક જીલ્લામાંથી ઉગતા ક્રિકેટરોને બહાર લાવવાનું અભિયાનઃ SCAના સેક્રેટરી હિમાંશુ શાહ અને સુરુભાઈ દોશીની પ્રેરણાદાયી ઉપસ્‍થિતિ3:58 PM IST

આડાસંબંધની શંકામાં કરિયાણાના વેપારી અલ્‍તાફ લાલાણીએ પત્‍નિને હથોડીના ઘા ઝીંકી પતાવી દીધી : રાજકોટમાં વધુ એક હત્‍યાઃ રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે શિવાલીક બિલ્‍ડીંગમાં લોહીયાળ ઘટના : ૪૦ વર્ષિય શિલ્‍પાબેન લાલાણી-ખોજાને રૈયાધારના જીતુ નામના શખ્‍સ સાથે પરિચય હતોઃ આ કારણે પખવાડીયાથી વિખવાદ ચાલતો હતોઃ આજે જીતુની પત્‍નિ ભાનુએ દૂકાને આવી અલ્‍તાફને ‘તારી પત્‍નિને સમજાવી લે હજી મેસેજ કરે છે' કહેતાં દુકાનેથી જ અલ્‍તાફ હથોડી લઇ ઘરે પહોંચ્‍યો અને હત્‍યા કરી ભાગી ગયો : જોઇન્‍ટ પોલીસ કમિશનર ચૈતન્‍ય માંડલીક હોસ્‍પિટલે પહોંચ્‍યાઃ આરોપીને પકડી લેવા સુચના આપી : હત્‍યા કરનાર અલ્‍તાફ પાંચ ભાઇ, એક બહેનમાં વચેટ છે : યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન પીઆઇ સી. એન. દવે, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. એલ. ડામોર, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમોએ ડીસીપી, એસીપીની રાહબરીમાં આરોપીને પકડવા દોડધામ શરૂ કરી3:01 PM IST