News of Monday, 5th May 2025
લગ્નના ૧૨ દિવસમાં જ દુલ્હન પ્રેમી સાથે ભાગી ગઈ
૧૫ વર્ષની દોસ્તી પર ભારે પડ્યો ૬ વર્ષનો પ્રેમઃયુવકના પરિવારે જણાવ્યું કે, યુવતી ઘરેણાં પણ લઈ ગઈ

બાગેશ્વર: હિન્દુ ધર્મમાં વિવાહને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે. પણ બદલાતા સમયની સાથે સંબંધો કાચા પડી રહ્યા છે. બાગેશ્વરમાં એક યુવકે પોતાની જ વિસ્તારની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્નના ૧૨ દિવસમાં જ તે પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ. ત્યારબાદ પતિ અને પરિવારના લોકો ટેન્શનમાં આવી ગયા. તેમણે નવી દુલ્હનને શોધવાની ઘણી કોશિશ કરી, પણ તે ક્યાંય હાથમાં આવી નહીં. ત્યારબાદ નિરાશ થઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
બાગેશ્વર કોતવાલીમાં મીડિયા સાથે વાત કરતા યુવકના પરિવારે જણાવ્યું કે, યુવતી પોતાની સાથે ઘરેણાં પણ લઈ ગઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, કપકોટ વિસ્તારના યુવકના લગ્ન ૧૮ એપ્રિલના રોજ જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. પરિવારે ધૂમધામથી લગ્ન કર્યા હતા. નવાઈની વાત એ છે કે, આ બંને ૧૫ વર્ષથી એકબીજાને પસંદ કરતા હતા. દુલ્હને લગ્નના દિવસે રાજીખુશીથી ડાન્સ પણ કર્યો હતો. પણ આશિક પાસે ગયા બાદ તે સાસરિયે પાછી આવવાનું નામ નથી લેતી. એસઓ કપકોટ ખુશવંત સિંહે જણાવ્યું કે, આ મામલામાં વરના પરિવાર તરફથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. વિવાહિતાને શોધવાનું કામ ચાલુ છે. તેની સાથે સંપર્ક કરવાની કોશિશ થઈ રહી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, દુલ્હન પિયરમાં ગઈ હતી. દોસ્તોને પાર્ટી કરાવવાના બહાને તે સાસરિયામાંથી બાગેશ્વર બજાર થઈ ગઈ હતી. મોડી સાંજ સુધી દુલ્હન ઘર પરત ન આવતા, પતિએ તેને ફોન કર્યો. જો હવામાન ખરાબ હોવાના કારણે બજારની બાજુમાં મામાનું ઘર છે, ત્યાં રોકાઈ હોવાની વાત કહી.
બે મેની સવારે પતિએ જ્યારે ફરી વાર ફોન કર્યો તો વિવાહિતાનો ફોન બંધ હતો. શંકા જતાં પતિ તેના મામાના ઘરે ગયો. ત્યાં કોઈ અત્તોપત્તો લાગ્યો નહીં. ત્યાં જતાં જાણવા મળ્યું કે તે અહીં આવી જ નથી. બીજા દિવસે દુલ્હને જણાવ્યું કે, તે પિથોરાગઢના રહેવાસી પોતાના પ્રેમી સાથે છે. જેની સાથે તેને ૬ વર્ષથી સંબંધ છે. તેણે કહ્યું કે, તે તેની સાથે રહેવા માગે છે અને પતિને ભૂલી જવા કહ્યું.
બાદમાં પરિવારે કપકોટ પોલીસ સ્ટેશનમાં યુવતીને શોધી લાવવા માટે આવેદન આપ્યું. પરિવારે ડીએમ પાસે પણ મદદ માગી છે. કેમ કે નવી દુલ્હન પોતાની સાથે સોનાના ઘરેણાં પણ લઈ ગઈ છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
