News of Tuesday, 6th May 2025
બિહારના કટિહારમાં ભયાનક અકસ્માતમાં આઠ લોકોના મોત
કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી સામસામે ટક્કરઃ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે.

કટિહાર,તા.૦૬: બિહારના કટિહારમાં સમેલી બ્લોક ઓફિસ નજીક નેશનલ હાઇવે ૩૧ પર એક લ્શ્સ્ અને ટ્રેક્ટર વચ્ચે સામસામે ટક્કર થઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષક (એસપી) વૈભવ શર્માએ જણાવ્યું કે ટ્રેક્ટર સામેની દિશામાંથી આવી રહ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે કારમાં સવાર લોકો લગ્ન સમારંભમાંથી પાછા ફરી રહ્યા હતા. સોમવાર અને મંગળવારની રાત્રે સમેલી બ્લોક ઓફિસ પાસે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પીડિતોને નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ. ડોક્ટરોએ આઠ લોકોને મળત જાહેર કર્યા. બે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પીડિતો સુપૌલના રહેવાસી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એવું માનવામાં આવે છે કે બધા પીડિતો એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મળતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
