News of Tuesday, 6th May 2025
બોયફ્રેન્ડને ખુશ કરવા માટે હોસ્ટેલમાં ન્હાતી છોકરીઓના વીડિયો શૂટ કરી મોકલતી
મધ્ય પ્રદેશના જબલપુરના ડુમના એરપોર્ટ રોડ પર આવેલી IIITDM કોલેજમાંથી એમએમએસ કાંડ સામે આવ્યો :છાત્રાઓએ આ છોકરીને પકડીને કોલેજ મેનેજમેન્ટના હાથમાં સોંપી દીધી છે અને કાર્યવાહીની માગ કરતા ડુમના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

જબલપુર,તા.૦૬: મધ્ય પ્રદેશના જબલપુરના ડુમના એરપોર્ટ રોડ પર આવેલી IIITDM કોલેજમાંથી એમએમએસ કાંડ સામે આવ્યો છે. જ્યાં એક વિદ્યાર્થિની છેલ્લા ૨ વર્ષથી અન્ય વિદ્યાર્થીઓના ન્યૂડ વીડિયો બનાવીને તેના બોયફ્રેન્ડને દિલ્હી મોકલી રહી હતી. છાત્રાઓએ આ છોકરીને પકડીને કોલેજ મેનેજમેન્ટના હાથમાં સોંપી દીધી છે અને કાર્યવાહીની માગ કરતા ડુમના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
ડુમના પોલીસ ચોકીનો ઘેરાવ કરવા પહોંચેલી છાત્રાઓનું કહેવું છે કે, તે IIITDM (ટ્રિપલ આઈટીડીએમ)ની વિદ્યાર્થિની છે અને કોલેજમાં છેલ્લા ૨ વર્ષથી એમએમએસ કાંડ ચાલી રહ્યો છે. જ્યાં BTECH, CSC સેકન્ડ યરની છાત્રાઓ છેલ્લા બે વર્ષથી છાત્રાઓની ન્યૂડ વીડિયો બનાવીને દિલ્હીમાં પોતાના બોયફ્રેન્ડને મોકલી રહી હતી. એક છાત્રાએ જણાવ્યું કે, જ્યારે તે હોસ્ટેલમાં ન્હાઈ રહી હતી, આ દરમિયાન બાથરૂમ ઉપરથી એક હાથ દેખાયો. આ હાથમાં એક ડિવાઇસ હતું. તેણે બહાર નીકળીને જોયું તો એક વિદ્યાર્થીએ વીડિયો શૂટ કરી રહી હતી. તેણે તરત અન્ય છાત્રાઓને બોલાવી અને વીડિયો બનાવી રહેલી છાત્રાને પકડી લીધી અને કોલેજ મેનેજમેન્ટ પાસે લઈ ગયા. જ્યાંથી પોલીસને સૂચના આપી અને પોલીસ પકડીને તેને લઈ ગઈ.
વીડિયો બનાવવાથી નારાજ લગભગ ૧૫૦થી વધારે છોકરીએ ડુમના પોલીસ ચોકીનો ઘેરાવ કરતા આ વિદ્યાર્થિનીની ધરપકડની માગ કરી. છાત્રાઓનું કહેવું છે કે, કોલેજમાં લગભગ ૪૦૦થી વધારે છોકરીઓ છે. આ છોકરી અન્ય છોકરીના ન્યૂડ વીડિયો ઉતારી તેના બોયફ્રેન્ડને મોકલતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ રહ્યા હતા. છાત્રાઓનો આરોપ છે કે, તેમના વીડિયોનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.
તો વળી આ મામલામાં એડિશનલ એસપી સૂર્યકાંત શર્માનું કહેવું છે કે છોકરીઓએ ડુમના પોલીસ પહોંચી ઘેરાવ કર્યો હતો. જેની ફરિયાદ હતી કે કોલેજની હોસ્ટેલમાં એક છોકરી ન્યૂડ વીડિયો બનાવી રહી હતી. જેની ધરપકડ કરી લીધી છે તેનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે. આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.(૪૦.૩)
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
