<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર : આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 80 રૂપિયા જયારે 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 50 રૂપિયાનો ઘટાડો

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરે છે અને રિટેલર્સને કયા દરે સોનું આપવામાં આવશે તે નક્કી કરે છે

નવી દિલ્હી તા.૬ : સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે આ સારા સમાચાર છે. આજે 6 મેના રોજ દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે 24 અને 22 કેરેટ સોના ભાવ પહેલાની સરખામણીમાં ઘટી ગયા છે. જણાવી દઈએ કે બજારમાં સોનાના ભાવ વારંવાર બદલાતા રહે છે અને આજે પણ એવું જ થઈ રહ્યું છે. સોનાના ભાવ ઘટવાની અસર અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે. આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 80 રૂપિયાનો ઘટાડો થયો છે, જયારે 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 50 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટનો ભાવ 89,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાલો જાણીએ મુંબઈ, ચેન્નઈ, લખનૌ, પટના સહિત દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ કેટલો છે.

    મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 97,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    પટનામાં 24 કેરેટ સોનાનો ભાવ 98,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    નોઇડામાં 24 કેરેટ સોનાનો ભાવ 98,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    ઇન્દોરમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    કાનપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    ગાઝિયાબાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અમે 22 કેરેટ સોનાનો ભાવ 89,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    ગુરુગ્રામમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    મેરઠમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 98,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 97,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોણ નક્કી કરે છે સોનાના ભાવ?

વિશ્વભરમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં આવે છે. તે સોનાના ભાવ યુએસ ડોલરમાં પ્રકાશિત કરે છે, જે બેંકરો અને બુલિયન વેપારીઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. આપણા દેશમાં, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરે છે અને રિટેલર્સને કયા દરે સોનું આપવામાં આવશે તે નક્કી કરે છે. ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે ચકાસવી

જણાવી દઈએ કે એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જને કારણે દેશભરમાં સોનાના દાગીનાના ભાવ બદલાતા રહે છે. ઘરેણાં બનાવવા માટે મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. કેરેટના આધારે ઘરેણાં પર હોલ માર્ક ચિહ્નિત થયો હોય છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999 લખેલું છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

મિસ કોલ કરીને જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડી જશે.

(3:21 PM IST)