News of Wednesday, 7th May 2025
પાક.નો બેફામ ગોળીબારઃ ૧૦ નિર્દોષોના મોતઃ ૪૮ ઘાયલ
‘‘ઓપરેશન સિંદૂર''થી ગુસ્સે ભરાયેલા : ઉશ્કેરણી વિના ગોળીબારની આ સતત ૧૩મી રાત હતીઃ ભારતીય સેના પણ ગોળીબારનો સમાન જવાબ આપી રહી છે

નવી દિલ્હી તા.૭: ભારત નું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીર ના પહેલગામ માં ૨૨ એ-લિે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા ના ૧૫મા દિવસે, એટલે કે મંગળવારે રાત્રે લગભગ ૧.૪૪ વાગ્યે, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીર માં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો, જેનાથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. ભારતે ઓપરેશન સિંદુર ના નામે આ હુમલો કર્યો છે. પોતાની હતાશા વ્યક્ત કરવા માટે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આખી રાત ગોળીબાર કર્યો. સંરક્ષણ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા રાતોરાત કરવામાં આવેલા ભારે ગોળીબારમાં ૧૦ ભારતીય નાગરિકો માર્યા ગયા છે અને ૪૮ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીર (POK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા મિસાઇલ હુમલાઓ કર્યા પછી પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘન અંગે તેમણે કહ્યું કે, ભારતીય સેના પણ ગોળીબારનો સમાન જવાબ આપી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ૬ અને ૭ મેની રાત્રે, પાકિસ્તાની સેના એ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં તોપમારો પણ સામેલ હતો. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબાર અને તોપમારાથી ૧૦ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મળતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે જેનું ઘર પૂંછ જિલ્લાના માનકોટ વિસ્તારમાં મોર્ટાર શેલથી અથડાયું હતું. તેની ૧૩ વર્ષની પુત્રી ઘાયલ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબારમાં પૂંછના વિવિધ સેક્ટરમાં લગભગ ૪૮ અન્ય નાગરિકો પણ ઘાયલ થયા છે.
અધિકારીઓએ આદેશ આપ્યો છે કે બુધવારે જમ્મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. વિભાગીય કમિશનર રમેશ કુમારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, ‘વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ રહેશે.'માનકોટ ઉપરાંત, જમ્મુ ક્ષેત્રના રાજૌરી જિલ્લાના પૂંછના કળષ્ણા ઘાટી અને શાહપુર સેક્ટર , લામ માંજાકોટ અને ગંભીર બ્રહ્માના અને ઉત્તર કાશ્મીરના કુપવાડા અને બારામુલ્લા જિલ્લાના કરનાહ અને ઉરી સેક્ટરમાં સરહદ પારથી ભારે ગોળીબારના અહેવાલો મળ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરહદની રક્ષા કરી રહેલા ભારતીય સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી અને છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે બંને પક્ષો વચ્ચે સરહદ પારથી ગોળીબાર ચાલુ હતો. પાકિસ્તાની ગોળીબારને કારણે લોકોને ભૂગર્ભ બંકરોમાં આશ્રય લેવો પડ્યો હતો. ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદી હુમલા પછી વધેલા તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબારની આ સતત ૧૩મી રાત હતી.(૩૮.૨૪)
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
