News of Wednesday, 7th May 2025
ઈશા અંબાણીનો મેટ ગાલા લુકઃ ૧૩૬ કેરેટનો શાહી હાર, નેકલેસની કિંમત લગભગ ૮૩૯ કરોડ
આ હાર કોઈ સામાન્ય હીરોનો નથી, પરંતુ આ હાર મૂળ રૂપે નવાનગર એટલે કે જામનગરના રાજવી પરિવારના રાજા રણજીતસિંહજી વિભાજી જાડેજાએ બનાવ્યો હતો

મુંબઇ તા.૭: મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી ફક્ત બિઝનેસ વર્લ્ડમાં જ નહીં પણ ફેશન જગતમાં પણ એક મોટું નામ છે. અંબાણી પરિવારની સૌથી વધુ ફેશનેબલ સભ્યા ઈશા કોઈ ઇવેન્ટમાં જાય અને તેમના લુક્સની ચર્ચા ન થાય એ તો કેવી જ રીતે શકય હોય. પછી તે લગ્ન હોય કે કોઈ ગ્લોબલ ઇવેન્ટ. ઈશા અંબાણી મેટ ગાલાની ગ્લેમરસ સાંજનો ભાગ બની, અને દર વખતની જેમ આ વખતે પણ તેના લુકને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. એટલું જ નહીં પણ મેટ ગાલાના આઈકૉનિક કાર્પેટ પર પગલું મૂકતાં જ ઈશા અંબાણીએ બધી જ લાઈમલાઈટ આકર્ષી લીધી. નીતા અંબાણી પાસે રાજવી પરિવારના શાહી હારથી ઇન્સ્પાયર્ડ નેકલેસ છે, જે ઈશા અંબાણીએ મેટ ગાલા ઈવેન્ટમાં પહેર્યો. નેકલેસની કિંમત લગભગ ૮૩૯ કરોડ રૂપિયા છે.
ઈશા અંબાણીનો મેટ ગાલા ડ્રેસ જાણીતી ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો છે. જેને અનાયતા શ્રૉફે સ્ટાઈલ કર્યો છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે આ આઉટફિટને હાથથી બનાવેલા કાપડમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. ઈશાએ મેટ ગાલામાં ટ્રેડને ફૉલો કરતાં વ્હાઈટ અને બ્લેક કલરનો સુંદર કૉર્સેટ પહેર્યો. જેના પર ગોલ્ડ સ્ટાર્સતી બો સ્ટાઈલ જેવી ડિઝાઈન બનેલી હતી. સાથે જ બૉર્ડરને વ્હાઈટ મોતીઓથી હાઈલાઈટ કરવામાં આવી. આ કૉર્સેટને પૅર કરવામાં આવ્યું બ્લેક ટેલર્ડ ટ્રાઉઝર અને એક લૉન્ગ ઓવરકોટ સાથે. જે ડ્રેસને પર્ફેક્ટ બનાવે છે.
આ આઉટફિટને ઈવેન્ટથી ફક્ત બે દિવસ પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો. ટેલર્ડ ફૉર યૂ ડ્રેસ કોડને ધ્યાનમાં રાખતા લુકને એન્હાન્સ કરવા માટે ઈશાએ ફ્લોર ટચિંગ કેપ પણ પહેરી હતી. જેના પર હાથેથી કડાઈ કામ પણ કરવામાં આવી હતી, જે કરવા માટે લગભગ ૨૦,૦૦૦થી પણ વધારે કલાક લાગ્યા.
ઈશા અંબાણીએ પોતાના લુકને ફાઈનલ ટચ આપવા માટે અનેક ડાયમંડ રિન્ગ્સ અને ઓવરસાઈઝ ડાયમંડ નેકલેસ પણ પહેર્યો. જેથી તેનો મેટ ગાલા લુક પોતાની આગવી છાપ છોડવામાં સફળ રહ્યો. તેણે બે લેયરવાળા ડાયમંડ નેકલેસની સાથે ત્રણ લેયરવાળા ડાયમંડ નેકલેસને સ્ટાઈલ કર્યો હતો.
ઈશાનો ડાયમંડ નેકલેસ તેના લુક માટે હાઈલાઈટ રહ્યો. તો બીજી તરફ, વાળને સાઈડ પાર્ટીશન કરીને પોની ટેઈલ વાળવામાં આવી હતી. સાથે જ વાળને બે ડાયમંડડ ક્લિપનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યા. આ સિવાય ડ્રેસ પર લગાડવામાં આવેલા બ્રોચે પણ ઈશાના લુકને ક્લાસી બનાવી દીધો.
જ્વેલરી ઇન્ફ્લુઅન્સર જુલિયા ચાફે સાથે વાત કરતી વખતે, ઈશાએ જણાવ્યું કે મોટાભાગના ઘરેણાં તેની માતા નીતાના છે. તેમાં તેનો ગળાનો હાર અને તેના ટ્રાઉઝર પરનો બ્રોચ શામેલ છે.
આ હાર કોઈ સામાન્ય હીરોનો નથી, પરંતુ આ હાર મૂળ રૂપે નવાનગર એટલે કે જામનગરના રાજવી પરિવારના રાજા રણજીતસિંહજી વિભાજી જાડેજાએ બનાવ્યો હતો. જોકે થોડા સમય પછી આ ગળાનો હાર ખોવાઈ ગયો. પરંતુ પાછળથી કાર્ટિયર દ્વારા ગળાનો હારના જૂના ફોટોગ્રાફ્સ અને સ્કેચ નોટ્સનો ઉપયોગ કરીને તેને ફરીથી બનાવવામાં આવ્યું.
નીતા અંબાણી પાસે મહારાજા રણજીતસિંહજીના નેકલેસથી પ્રેરિત એક નેકલેસ છે, જે ઈશાએ મેટ ગાલામાં પહેર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કિંમત ૮૩૯ કરોડ રૂપિયા આપવામાં આવી છે. (૩પ.૬)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
