<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

લગ્નમાં મહેમાનો પાસે ટ્રૅફિક-સેફ્‌ટીનું વચન સંસ્‍ક્રુતમાં લેવડાવ્‍યું

ભાગલપુર તા.૭: બિહારના ભાગલપુરમાં જાણીતા પીડિયાટ્રિશ્‍યન ડૉ. અજય સિંહની દીકરી ડૉ. તોહ ક્રિતી પ્રાચીનાં લગ્નની કંકોતરી આજકાલ બહુ વાઇરલ થઈ છે. આમ તો ડૉ. તોહનાં લગ્ન ૧૦ મેએ છે, પણ એ કંકોતરીમાં તેણે જે રોડ-સેફ્‌ટીના નિયમોનું પાલન કરવાનું વચન લખ્‍યું છે એ લોકોને બહુ ગમ્‍યું છે. લગ્નનાં ૭ વચનો ઉપરાંત ડૉ. તોહે મહેમાનો પાસે આઠમું વચન માગ્‍યું છે. સંસ્‍કળત અને હિન્‍દી એમ બન્ને ભાષામાં એ વચન લખેલું છે, ‘કળપયા વયમ્‌ પ્રતિજ્ઞામ્‌ કુરુત યદાપિ વાહનમ ચલિષ્‍યામઃ સર્વમ્‌ ટ્રૅફિક નિયમાન્‌ અનુસરિષ્‍યામઃ' મતલબ કે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના દરેક નિયમો પાળીશું. આ નિયમમાંથી કેટલાક ખાસ નિયમોનો પણ એમાં ઉલ્લેખ છે; જેમ કે હું હેલ્‍મેટ પહેરીશ અને સીટ-બેલ્‍ટ બાંધીશ, વાહનની સ્‍પીડ કાબૂમાં રાખીશ અને ઓવરટેક કરતી વખતે ધ્‍યાન રાખીશ અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરું.

(9:54 AM IST)