<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

જમ્‍મુ-કાશ્‍મીરમાં શાળાઓ બંધઃ પાકિસ્‍તાનમાં પણ રજા જાહેર

પાકિસ્‍તાનના પંજાબ પ્રાંતમાં પણ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને કટોકટીની સ્‍થિતિ જાહેર કરવામાં આવી છે

જમ્‍મુ,તા.૦૭: ઓપરેશન સિંદૂર હેઠળ બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ અને પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીર (POK) માં આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા સચોટ હુમલા બાદ જમ્‍મુ અને કાશ્‍મીર અને પાકિસ્‍તાનના પંજાબ પ્રાંતમાં તણાવનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. આ કાર્યવાહીના પરિણામે ૭ મે ૨૦૨૫ના રોજ જમ્‍મુ અને કાશ્‍મીરના જમ્‍મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં બધી શાળાઓ, કોલેજો અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ કરવામાં આવી હતી. જમ્‍મુના વિભાગીય કમિશનરે જણાવ્‍યું હતું કે, ખાસ પરિસ્‍થિતિને કારણે, પૂંછ જિલ્લાની બધી સરકારી અને ખાનગી શાળાઓ આજે, ૭ મે ૨૦૨૫ ના રોજ બંધ રહેશે. બીજી તરફ, પાકિસ્‍તાનના પંજાબ પ્રાંતમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, અને કટોકટીની સ્‍થિતિ લાદવામાં આવી છે.

આ કાર્યવાહી બાદ જમ્‍મુ-કાશ્‍મીરમાં સુરક્ષા વ્‍યવસ્‍થા કડક કરી દેવામાં આવી છે. સંભવિત બદલો અથવા તણાવને ધ્‍યાનમાં રાખીને શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. બીજી તરફ, પાકિસ્‍તાનના પંજાબ પ્રાંતમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને કટોકટીની સ્‍થિતિ જાહેર કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્‍મદના વડા મસૂદ અઝહરનું વતન અને લશ્‍કર-એ-તોયબાના વડા હાફિઝ સઈદ માટે સુરક્ષિત આશ્રયસ્‍થાન બહાવલપુર ખાસ કરીને તણાવપૂર્ણ છે.

(9:56 AM IST)