News of Wednesday, 7th May 2025
વિશ્વ આતંકવાદ વિરૂધ્ધ ઝીરો ટોલેરન્સ નીતી અપનાવે
એરસ્ટ્રાઇક બાદ જયશંકરની પ્રથમ પ્રતિક્રિયા

નવી દિલ્હી, તા.૭: ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતીય સેનાએ આતંકવાદની કમર તોડવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ, પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. હવે આ સમગ્ર ઓપરેશન પર વિદેશ મંત્રી જયશંકરની પહેલી પ્રતિક્રિયા આવી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે આખી દુનિયાએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ બતાવવી જોઈએ. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ફક્ત ભારત જ નહી સમગ્ર વિશ્વએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવી જોઈએ. આજે ભારતે પાકિસ્તાનને આતંકવાદનો કરારો જવાબ આપ્યો છે. ગતરોજ (૬ મે)ના દિવસે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં હુમલા શરૂ કર્યા છે. આ હુમલો આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ પછી તરત જ, પાકિસ્તાન સેનાનું એક નિવેદન આવ્યું. તેમાં કહેવામાં આવ્યું કે તે ભારતની કાર્યવાહીનો જવાબ આપશે.
૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા જ્યારે ૧૭ ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ કાર્યવાહી રાત્રે ૧.૩૦ વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આ હેઠળ, બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં હુમલા કરવામાં આવ્યા હતા.(૨૩.૯)
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
