તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 7th May 2025
ઓપરેશન સિંદૂર પછી, PoKમાં વિનાશના સંકેતોઃ લોકો કાટમાળમાંથી મૃતદેહો ઉપાડતા જોવા મળ્યા

નવી દિલ્હી તા.૭: ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે બુધવારે વહેલી સવારે ઓપરેશન સિંદૂરઁ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીર (POK) માં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા. ભારત દ્વારા કરવામાં આવેલી આ બદલાની કાર્યવાહી આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવાના હેતુથી સુનિયોજિત લશ્કરી વ્યૂહરચનાનો એક ભાગ હતી. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલા હુમલામાં, પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ અને બહાવલપુરમાં અનેક આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મુઝફ્ફરાબાદમાં એક મસ્જિદ, જે આતંકવાદીઓ માટે મીટિંગ અને રણનીતિ કેન્દ્ર માનવામાં આવતી હતી, તે સંપૂર્ણપણે નાશ પામી હતી.
ત્યાંથી આવી રહેલી તસવીરો અને વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો આતંકવાદી હાફિઝ સઈદના ઠેકાણામાંથી મળતદેહો બહાર કાઢી રહ્યા છે, જે હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે. તે જ સમયે, કેટલાક લોકો મળતદેહને શબપેટીમાં લઈ જઈ રહ્યા છે. આ વિડીયો માત્ર ઓપરેશનની ગંભીરતા જ નથી બતાવતો પણ એ પણ સ્પષ્ટ કરે છે કે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવો એ હવે માત્ર એક નીતિ નથી રહી પરંતુ જમીન પર એક કાર્યવાહી બની ગઈ છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ નવ આતંકવાદી ઠેકાણાઓનો ઉપયોગ ફક્ત હુમલાઓનું કાવતરું ઘડવા માટે જ થતો ન હતો, પરંતુ અહીંથી આતંકવાદીઓને તાલીમ આપીને સરહદ પાર મોકલવામાં આવતા હતા. હવે આ ઠેકાણાઓનો નાશ કરીને ભારતે આતંકવાદની કમર તોડી નાખવાનું કામ કર્યું છે.
આતંકવાદને કાબુમાં લેવા માટે પાકિસ્તાન તરફથી કોઈ નક્કર પ્રયાસો ન થયા ત્યારે આંતરરાષ્ટ્રીય મંચો પર વારંવાર ચેતવણી આપ્યા બાદ ભારતે આ કાર્યવાહી કરી. ઓપરેશન સિંદૂર દ્વારા, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે આતંકવાદ સામે લડવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
