News of Wednesday, 7th May 2025
અર્ધલશ્કરી દળોની રજાઓ રદઃ આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ
દેશભરમાં મોક ડ્રીલની તૈયારીઓ પણ ચાલી રહી છે

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ ૯ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ અને મોટા પાયે હુમલો કર્યા પછી ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધુ વધી ગયો છે. આ કાર્યવાહી બાદ, તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ગળહ મંત્રાલયના સૂત્રો તરફથી આ મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ગળહમંત્રી અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના ડીજીને નિર્દેશ આપ્યા છે કે સરહદ પર સંપૂર્ણપણે સતર્ક રહે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હાલમાં, દેશભરમાં મોક ડ્રીલની તૈયારીઓ પણ ચાલી રહી છે.
ગળહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે BSF, CRPF, ITBP, SSB અને CISF જેવા તમામ મુખ્ય અર્ધલશ્કરી દળોના જવાનો સંપૂર્ણ સતર્કતા સાથે ફરજ પર હાજર રહે. સરહદી વિસ્તારોમાં વધારાની તૈનાતી કરવામાં આવી રહી છે અને ગુપ્ત માહિતીના આધારે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ હુમલા પછી, પાકિસ્તાને પણ સ્વીકાર્યું કે ભારતે આ હુમલો કર્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ભડકી ઉઠ્યું છે અને વળતો હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. ભારતના હુમલા બાદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે રાત્રે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન ભારતના હુમલાનો જવાબ આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય કોઈપણ બદલાની કાર્યવાહી કે આતંકવાદી કાવતરાને રોકવા માટે લેવામાં આવ્યો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સરહદો પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા છે.
રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ, મેટ્રો અને સંવેદનશીલ મથકો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દરેક ગતિવિધિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
