News of Wednesday, 7th May 2025
દેશનાં જવાનો માટે આપણને ગર્વ છે
પીએમ મોદીએ બહાદુર જવાનોની કામગીરી વખાણીઃ ગર્વની પળ હોવાનું જણાવ્યું

નવી દિલ્હી, તા.૭: પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર' માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી; સમગ્ર મંત્રીમંડળે ટેબલ થપથપાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન સિંદૂર' માટે ભારતીય સશષા દળોની પ્રશંસા કરી. હકીકતમાં, ભારતીય સશષા દળોએ મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન, નવ આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ‘ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યાના થોડા કલાકો પછી, પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા કેબિનેટને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવી હતી. આ પછી, સમગ્ર મંત્રીમંડળે ટેબલ થપથપાવ્યું અને કાર્યવાહી અને વડાપ્રધાનના નેતળત્વની પ્રશંસા કરી. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે તેમની સરકાર આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા રાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને સંરક્ષણ પ્રધાન અને NSA અજિત ડોભાલને પણ અલગથી મળ્યા હતા અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અગાઉ, પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતીય સશષા દળોએ મંગળવાર-બુધવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. આમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું ઠેકાણું શામેલ છે. પહેલગામ હુમલાને પગલે વડાપ્રધાને અગાઉ સશષા દળોને આતંકવાદ સામે કાર્યવાહીના લક્ષ્યો, પદ્ધતિ અને સમય નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ નાગરિકો માર્યા ગયા હતા.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
