તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 7th May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે શું IPL ની મેચો રદ થશે ? જાણો મોટો નિર્ણય
IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે એકબીજા સામે ટકરાશે.

મુંબઈ : ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' કરીને પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આમાં ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે IPL અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક સૂત્રએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે આ તણાવની ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન પર કોઈ અસર નહીં પડે અને ટૂર્નામેન્ટ સામાન્ય રીતે ચાલુ રહેશે. સૂત્રએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓની આઇપીએલના સમયપત્રક અને મેચો પર કોઈ અસર પડશે નહીં અને તે નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે એકબીજા સામે ટકરાશે
આ લીગ કેટલીક પરિસ્થિતિઓને કારણે ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્થળોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, તે ક્યારેય સંપૂર્ણપણે રદ કરવામાં આવી નથી. લોકસભા ચૂંટણીને કારણે 2009માં આ લીગનું સૌપ્રથમ આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. આ પછી 2014ની સીઝન દરમિયાન લોકસભા ચૂંટણીને કારણે સ્પર્ધાનો પ્રથમ ભાગ 16 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન UAEમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે 2 મેથી આઇપીએલ એક્શન ભારત પરત આવ્યુ હતું.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
