News of Wednesday, 7th May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા સોનાના ભાવમાં તેજીનો માહોલ :ફરી નવો રેકોર્ડ બનાવશે ?
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસ ભાવ 62.12 ડોલર એટલે કે 1.80 ટકા ગગડી 3,369.65 ડોલર થયો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 1.24 ટકા વધી 32.81 ડોલર રહ્યો

નવી દિલ્હી :ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધતા દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,000 ઉછળી રૂપિયા 1,00,000 થયા છે. દિલ્હી ખાતે શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,000 વધી રૂપિયા 1,00,750 થયા છે.
જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામદીઠ રૂપિયા 1,050 વધી રૂપિયા 1,00,350 થયા છે. ચાંદીના કીલો દીઠ ભાવ રૂપિયા 440 વધી રૂપિયા 98.940 રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસ ભાવ 62.12 ડોલર એટલે કે 1.80 ટકા ગગડી 3,369.65 ડોલર થયો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 1.24 ટકા વધી 32.81 ડોલર રહ્યો છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તેજીમય માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 1,00,500 થયો છે.
જ્યારે અમદાવાદ સોનુ (99.5)નો ભાવ રૂપિયા 500 ઉછળી રૂપિયા 1,00,200 રહ્યા હતા.જ્યારે અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 97,000 પર સ્થિર રહ્યા હતા.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
