<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની નાલાયકી : LOC નજીક પૂંછ સેક્ટરમાં ગુરુદ્વારા પર હુમલો :રાગી સહીત ચાર લોકોના મોત

પંજાબ સરકારના મંત્રી સુખબીર સિંહ બાદલે આ કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરી અને કહ્યું, "પૂંચમાં ગુરુદ્વારા પરનો હુમલો ફક્ત ધાર્મિક સ્થળ પરનો હુમલો નથી, પરંતુ સમગ્ર શીખ સમુદાય અને ભારતીય ઓળખ પર હુમલો છે.

પાકિસ્તાનને નાલાયકી આદરી છે જેમાં પૂંચ બન્યું સૌથી મોટું નિશાન બન્યું છે અહીં ગુરુદ્વારા પર સીધો હુમલો કર્યો છે, પૂંછ જિલ્લામાં થયેલા નિર્દય ગોળીબારથી સૌથી વધુ નુકસાન થયું હતું.

અહેવાલો અનુસાર, પાકિસ્તાની સેનાએ પવિત્ર ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાહિબને પણ નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ત્રણ ગુરસિખ ભક્તો માર્યા ગયા હતા, જેમાં ભાઈ અમરિક સિંહ (રગ્ગી), રુબી કૌર, ભાઈ અમરજીત સિંહ અને ભાઈ રણજીત સિંહનો સમાવેશ થાય છે. 

  પંજાબ સરકારના મંત્રી સુખબીર સિંહ બાદલે આ કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરી અને કહ્યું, "પૂંચમાં ગુરુદ્વારા પરનો હુમલો ફક્ત ધાર્મિક સ્થળ પરનો હુમલો નથી, પરંતુ સમગ્ર શીખ સમુદાય અને ભારતીય ઓળખ પર હુમલો છે. અમે આ શહીદ ગુરશીખોનું સન્માન કરવા અને તેમના પરિવારોને શક્ય તેટલી મદદ પૂરી પાડવાની માંગ કરીએ છીએ." શિરોમણી અકાલી દળ વતી શોક વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે શહીદોના બલિદાનનું રાષ્ટ્રીય સ્તરે સન્માન થવું જોઈએ અને શોકગ્રસ્ત પરિવારોને પૂરતું વળતર અને પુનર્વસન સહાય મળવી જોઈએ.

  સીએમ ભગવંત માન પણ શોક વ્યક્ત કર્યો પૂંછમાં ગુરુદ્વારા પર થયેલા હુમલા પર દુઃખ વ્યક્ત કરતા પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે "જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LOC નજીક સ્થિત ગુરુદ્વારા સાહિબ પર પાકિસ્તાન દ્વારા બોમ્બ હુમલાના સમાચાર આવ્યા છે. આ હુમલામાં એક રાગી સિંહ ભાઈ અમરિક સિંહ, અમરજીત સિંહ, રણજીત સિંહ અને રૂબી કૌરનું મૃત્યુ થયું છે. જ્યાં બધાની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે ત્યાં આવો હુમલો કરવો ખૂબ જ નિંદનીય છે. સામાન્ય લોકોને નિશાન બનાવવું સંપૂર્ણપણે ખોટું છે. અમે મૃતકોના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે ગુરુ સાહેબને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારોને આ અસહ્ય નુકસાન સહન કરવાની શક્તિ આપે."

(7:42 PM IST)