તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 7th May 2025
પાટિયાલામાં સ્કૂલ વાન અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : 6 બાળકો સહીત 7 લોકોના મોત : અરેરાટી
ટક્કર એટલી ગંભીર હતી કે ટક્કર બાદ વાહન ઝાડ સાથે જઈને અથડાયું: મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી

પંજાબના પટિયાલામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઘણા બાળકોના મોતના સમાચાર છે. મળતી માહિતી મુજબ સ્કૂલ વાન એક ડમ્પર સાથે જોરદાર ટકરાઈ હતી. આ અકસ્માતમાં છ બાળકોના મોત થયા હતા. આ સાથે વાન ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું હતું. સત્તાવાર રીતે આ અકસ્માતમાં છ બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. અકસ્માતમાં એક બાળકની હાલત ગંભીર છે અને તેને હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત સમાના-પટિયાલા રોડ પર ટોલ પ્લાઝા પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બાળકો પટિયાલાની ભૂપિન્દ્ર પબ્લિક સ્કૂલના હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં 7 જેટલા લોકોના મોત થતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.
સમાણા રોડ પર નાસુપુર નજીક એક દુ:ખદ અકસ્માત થયો જ્યારે રેતી ભરેલું ડમ્પર શાળાના વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલા ખાનગી વાહન સાથે અથડાયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે ટક્કર બાદ વાહન ઝાડ સાથે જઈને અથડાયું હતું, જેના પરિણામે છ વિદ્યાર્થીઓના મોત થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ પટિયાલામાં તેમની શાળામાંથી સમાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે વાહન આગળથી ડબ્બો થઈ ગયું હતું, જેના કારણે મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. પંજાબના આરોગ્ય પ્રધાન ડૉ. બલબીર સિંહ સરકારી રાજીન્દ્ર હોસ્પિટલ પહોંચે તેવી શક્યતા છે, જ્યાં તેઓ ઘાયલ વિદ્યાર્થીઓની સારવારની સ્થિતિની સમીક્ષા કરશે
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
