<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૬૩:‘‘ જયાં કયાંય તમારું મન ભટકે છે, ભીતર કે બહાર, એ સ્‍થાન ઉપર, આ.''

જયારે તમારૂ મન ભટકે તો બે વસ્‍તુ બને છે. એક તો વાદળા છે, વિચારો છે, વિષયો છે, પ્રતિબિંબો છે અને બીજી ચેતના છે, પોતે મન છે. જયારે તમે વાદળો ઉપર, વિચારો ઉપર, પ્રતિબંધો ઉપર વધુ ધ્‍યાન આપો છો તો તમે આકાશને ભુલી ગયા. ત્‍યારે તમે યજમાનને ભુલી ગયા અને મહેમાનમાં ખરાબ રીતે સલવાઇ ગયા. તે વિચાર તે બિંબો જે ભટકી રહ્યા છે તે ફકત મહેમાન છે. જો તમે મહેમાનો ઉપર ધ્‍યાન લગાવી દો છો તો તમે તમારા આત્‍માને ભુલી ગયા. પોતાના ધ્‍યાનને મહેમાનોથી હટાવીને યજમાન ઉપર લગાવો વાદળોથી હટાવીને આકાશ પર કેન્‍દ્રિત કરો અને આતે વ્‍યાવહારિક રીતે કરો. કામવાસના ઉઠે છે તે વાદળ છે અથવા મોટું ઘર મેળવવાનો લોભ ઉભો થાય છે, એ પણ વાદળ છે. તમે એનાથી એવા જકડાયેલ બની જાઓ છો કે તમે ભુલી જ જાઓ છો કે આ કોનામાં ઉઠી રહ્યો છે, આ કોને ઘટી રહ્યું છે, એની પાછળ કોણ છે, કયા આકાશમાં આ વાદળ ઉઠી રહ્યા છે? એ આકાશનું સ્‍મરણ કરો અને અચાનક વાદળ વિદાય થઇ જશે. ફકત દૃષ્‍ટિ બદલાવની જરૂર છે. પરિપેક્ષ્ય બદલવાની જરૂરત છે. ર્દષ્‍ટિને વિષયથી વિષયી ઉપર, બહારથી ભીતર, વાદળથી આકાશ ઉપર, અતિથિથી અતિથેય ઉપર લઇ જવાની જરૂરત છે. ફકત દૃષ્‍ટિને બદલવાની છે, ફોકસ બદલવાનું છે.

જયારે તમારૂ મન ભટકે તો બે વસ્‍તુ બને છે. એક તો વાદળા છે, વિચારો છે, વિષયો છે, પ્રતિબિંબો છે અને બીજી ચેતના છે, પોતે મન છે. જયારે તમે વાદળો ઉપર, વિચારો ઉપર, પ્રતિબંધો ઉપર વધુ ધ્‍યાન આપો છો તો તમે આકાશને ભુલી ગયા. ત્‍યારે તમે યજમાનને ભુલી ગયા અને મહેમાનમાં ખરાબ રીતે સલવાઇ ગયા. તે વિચાર તે બિંબો જે ભટકી રહ્યા છે તે ફકત મહેમાન છે. જો તમે મહેમાનો ઉપર ધ્‍યાન લગાવી દો છો તો તમે તમારા આત્‍માને ભુલી ગયા. પોતાના ધ્‍યાનને મહેમાનોથી હટાવીને યજમાન ઉપર લગાવો વાદળોથી હટાવીને આકાશ પર કેન્‍દ્રિત કરો અને આતે વ્‍યાવહારિક રીતે કરો. કામવાસના ઉઠે છે તે વાદળ છે અથવા મોટું ઘર મેળવવાનો લોભ ઉભો થાય છે, એ પણ વાદળ છે. તમે એનાથી એવા જકડાયેલ બની જાઓ છો કે તમે ભુલી જ જાઓ છો કે આ કોનામાં ઉઠી રહ્યો છે, આ કોને ઘટી રહ્યું છે, એની પાછળ કોણ છે, કયા આકાશમાં આ વાદળ ઉઠી રહ્યા છે? એ આકાશનું સ્‍મરણ કરો અને અચાનક વાદળ વિદાય થઇ જશે. ફકત દૃષ્‍ટિ બદલાવની જરૂર છે. પરિપેક્ષ્ય બદલવાની જરૂરત છે. ર્દષ્‍ટિને વિષયથી વિષયી ઉપર, બહારથી ભીતર, વાદળથી આકાશ ઉપર, અતિથિથી અતિથેય ઉપર લઇ જવાની જરૂરત છે. ફકત દૃષ્‍ટિને બદલવાની છે, ફોકસ બદલવાનું છે.  (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:32 AM IST)