ભારતના જડબાતોડ જવાબથી પાકિસ્તાનની આંખ ઉઘડી : શાહબાઝ સરકારને ડહાપણ આવ્યું : નિવેદન બહાર પાડ્યું
ભારતે LoC પર પાકિસ્તાનની કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો :ભારતે સરહદ પર અનેક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા: પાકિસ્તાને સરકારે સતર્ક રહેવા અને શાંતિ માટે પ્રતિબદ્ધ રહેવાનું નિવેદન જારી કર્યું

નવી દિલ્હી. ભારતે હવે નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે મોડી સાંજથી ભારતે સરહદ પર અનેક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે. આ સાથે પાકિસ્તાનના AWACS વિમાનને પણ તોડી પાડવામાં આવ્યું. ભારતના મોટા વળતા હુમલા બાદ, પાકિસ્તાન સરકારે હવે એક નિવેદન બહાર પાડ્યું છે.
પાકિસ્તાન સરકારે કહ્યું છે કે અમે સંપૂર્ણપણે સતર્ક છીએ અને શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે, તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન ઉશ્કેરણી, ડરાવવા, ગેરમાર્ગે દોરવાના પ્રયાસોથી ડરશે નહીં અને આક્રમક કૃત્યોનો જવાબ આપવાનો અધિકાર અનામત રાખે છે.આ સાથે, પાકિસ્તાન સરકારે પઠાણકોટ, જેસલમેર, શ્રીનગર જેવા ભારતીય શહેરો પર હુમલો કરવાના પાકિસ્તાન પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા
ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા સામે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની લશ્કરી કાર્યવાહીથી ગભરાટમાં પાકિસ્તાને ગુરુવારે રાત્રે જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને જેસલમેરમાં ડ્રોન, મિસાઇલ અને ફાઇટર પ્લેનથી હુમલો કર્યો હતો જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 અને આકાશ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.એટલું જ નહીં, પાકિસ્તાનના બે ચીની બનાવટના JF-17, અમેરિકન બનાવટના F-16 વિમાનો અને AWACS ને તેમની જ સરહદોમાં તોડી પાડવામાં આવ્યા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
