ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
હવે પાકિસ્તાનના ગુણગાન નહીં ગાઈ શકેઃ ભારત સરકારે બ્લોક કરાવ્યા ૮૦૦૦ એક્સ અકાઉન્ટ
આદેશોનું પાલન નહીં કરવા પર એક્સ કંપનીના સ્થાનિક કર્મચારીઓને ભારે દંડ અને જેલની સજા થઈ શકે છે

નવી દિલ્હી,તા.૦૯: જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના કેટલાય સરહદી વિસ્તારને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા પાકિસ્તાનના હવાઈ હુમલાને ગુરુવાર રાતે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક નિષ્ફળ કરી દીધા છે. તો વળી પાકિસ્તાનને ભારત તરફથી જડબાતોડ જવાબ આપતા લાહોર અને પછી ઈસ્લામાબાદ પર હુમલો કરી દીધો છે. બીજી તરફ ભારત સરકારે એક્સને ૮૦૦૦ પાકિસ્તાની અકાઉન્ટ બ્લોક કરવાના નિર્દેશ આપી દીધા છે.
એક્સને ભારતીય સરકારે આદેશ આપ્યો છે કે તે ભારતમાં ૮૦૦૦થી વધારે અકાઉન્ટને બ્લોક કરે. આ આદેશોનું પાલન નહીં કરવા પર એક્સ કંપનીના સ્થાનિક કર્મચારીઓને ભારે દંડ અને જેલની સજા થઈ શકે છે. આ આદેશોમાં ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી અને મુખ્ય એક્સ યુઝર્સના અકાઉન્ટને બ્લોક કરવાની માગ કરવામાં આવી છે. મોટા ભાગના કેસમાં ભારતીય સરકારે એ નથી જણાવ્યું કે, કઈ પોસ્ટે ભારતના સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
એક્સનું શું કહેવું છે?
એક્સનું કહેવું છે કે, કેટલાય અકાઉન્ટ માટે અમને કોઈ પુરાવા અથવા કારણ નથી મળ્યા કે તેમને બ્લોક કેમ કરવામાં આવે? આદેશોનું પાલન કરવા માટે અમે ફક્ત ભારતના નિર્દિષ્ટ અકાઉન્ટને બ્લોક કરીશું. અમે આ પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. એક્સનું કહેવું છે કે, બધા અકાઉન્ટ્સને બ્લોક કરવા ન ફક્ત બિનજરૂરી છે, પણ હાલના સમયમાં અને ભવિષ્યની સામગ્રીની સેન્સરશિપ બરાબર છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકાર વિરુદ્ધ છે. આ એક સરળ નિર્ણય નથી. પણ ભારતમાં પ્લેટફોર્મને સુલભ બનાવી રાખવા માટે ભારતીયોની જાણકારી સુધી પહોંચ માટે મહત્વનું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
