<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

યુદ્ધના ભયથી બજારમાં બેચેનીઃ સેન્‍સેક્‍સ ૮૦૦થી વધુ પોઈન્‍ટ ઘટયો

નિફટી ૨૪,૦૦૦ની નીચે લપસી ગયો

મુંબઇ, તા.૯: ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધતા લશ્‍કરી સંકટને કારણે, ભારતીય શેરબજાર અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્ર એટલે કે શુક્રવાર રોજ મોટા ઘટાડા સાથે ખુલ્‍યું. મુખ્‍ય બેન્‍ચમાર્ક ઇન્‍ડેક્‍સ નિફ્‌ટી-૫૦ આજે ૨૪ હજારની નીચે ખુલ્‍યો જ્‍યારે BSE સેન્‍સેક્‍સ ૭૯ હજારની નીચે ખુલ્‍યો. આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૮૭૯ ઘટીને ૭૯૪૫૫ તો નીફટી ૨૮૪ ઘટીને ૨૪૦૦૯ ઉપર છે.બજાર નિષ્‍ણાતો કહે છે કે પાકિસ્‍તાન સાથેના તાજેતરના વિકાસની અસર આજે શેરબજારમાં જોવા મળી શકે છે અને સેન્‍સેક્‍સ અને નિફ્‌ટી ૫૦ માં તીવ્ર ઘટાડો થઈ શકે છે. જોકે, તેમણે એ પણ સ્‍પષ્ટતા કરી છે કે બંને મુખ્‍ય સૂચકાંકો નીચલા સર્કિટમાં જવાની શકયતા નથી.

શુક્રવારે ૩૦ શેરો વાળા BSE સેન્‍સેક્‍સ ૧૩૦૦ થી વધુ પોઈન્‍ટ ઘટીને ૭૮,૯૬૮.૩૪ પર ખુલ્‍યો. જોકે, ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ ઇન્‍ડેક્‍સમાં રિકવરી જોવા મળી.

(3:55 PM IST)