<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

કાશ્‍મીર સમસ્‍યા....ધ ફેટલ મીસ્‍ટેકઃ જવાબદાર કોણ?

 

થોડી જ વારમાં સારબ હયાતખાનની પાછળ આવતી લાઇટ બંધ રાખેલી ટ્રકો પુલની પેલી તરફ મુર્ઝફરાબાદના નાનકડા શહેરના ટોલનાકે ઉભી રહી. ઝોકા ખાતા કસ્‍ટમ અધિકારીઓએ તેમને અટકાવ્‍યા ત્‍યારે યુધ્‍ધની કિકિયારીઓ કરતા આ હુમલાખોરો તે બાજુ ઘસી ગયા. કસ્‍ટમ ચોકીના લોકોના ટેલીફોન મારફતે મદદ મેળવવાના પ્રયત્‍નો સાર્થક ન નિવડયા, કારણ કે ટેલીફોન લાઇનો અગાઉથી જ કાવત્રાના ભાગરૂપે કાપી નખાઇ હતી.

આ પઠાણ હુમલાખોરોના નેતા સારબખાનને મહેસુસ થયુ કે ઘણી સરળતાથી તેઓ કાશ્‍મીરમાં દાખલ થઇ ચુકયા હતા. હવે પછીનો તેમનો પ્રવાસ શ્રીનગર તરફ જ હતો. એ શ્રીનગર સુધીનો ૧૩૫ માઇલનો રસ્‍તો સવાર સુધીમાં કપાઇ જવાની તેને ખાત્રી હતી. કારણ કે ઝીણા અને લીયાકતની આગેવાનીમાં મેજર ખુરશીદ અનવરની યોજના એ પ્રકારે અમલમાં મુકવાની હતી કે સારબખાન અને તેની સાથેની મોખરાની ટુકડી હરિસિંહના મહેલમાં પહોંચી જશે. પાછળ હજારો પઠાણો હરિસિંહના પાટનગર ઉપર ત્રાટકશે. જેથી હરિસિંહને કાશ્‍મીરના પાકિસ્‍તાન સાથે વિલયના દસ્‍તાવેજ ઉપર સહી કરવા મજબુર કરી શકાશે. તેની સાથે જ ૨૨મી ઓકટોબર ૧૯૪૭ના રોજ દુનિયાભરમાં કાશ્‍મીર હવે પાકિસ્‍તાનનો ભાગ બની ગયાની જાહેરાત કરવાની ઝીણાની નેમ હતી.

૧૯૪૭ના ઓકટોબરની ૨૭મી તારીખે ઇદ હતી. અને ઝીણા પોતાની ઇદ શ્રીનગરમાં ઉજવવા ઇચ્‍છતા હતા. તેની પાછળ હરિસિંહ ઝીણાને નાદુરસ્‍ત તબીયતના બહાના નીચે પણ કાશ્‍મીર પ્રવાસની મંજુરી આપી નહી, તે ડંખ ઝીણાને ચેનથી બેસવા દેતો ન હતો. ઝીણાની પ્રકૃતિ અને અત્‍યંત જીદ્દી હઠીલો સ્‍વભાવ ના સાંભળવા ટેવાયો ન હતો. નહેરૂએ જેમને ‘‘નકારના રાજા'' તરીકે જાહેરમાં કહયા હતા. તે ઝીણાને આમ તો ઇસ્‍લામ અને ઇસ્‍લામી તહેઝીબ સાથે દુર સુધી કોઇ નિસ્‍બત ન હતી. ઝીણા ઇસ્‍લામમાં હરામ છે તેવા શરાબ ડુક્કરનુ માંસ વગેરેનું આરામથી સેવન કરતા. તેવા ઝીણાને રાજા હરિસિંહનો નકાર છંછેડવા માટે પુરતો હતો.

આ ઘુષણખોરી પહેલા માઉન્‍ટબેટને હરિસિંહને જયારે હિન્‍દુસ્‍તાન કે પાકિસ્‍તાન સાથે જોડાણની સમજાવટ આદરી ત્‍યારે હરિસિંહ ‘‘પેટના દુખાવાનુ'' બહાનુ કરી છટકી ગયા તેમની ઇચ્‍છા કાશ્‍મીરને સ્‍વતંત્ર રાખી તેના ઉપર રાજ કરવાની હતી. પરંતુ વિધિની વક્રતા એ હતી કે હરિસિંહના વડવાઓએ એક સદી પહેલા ૬૦ લાખ રૂપીયા રોકડા અને વર્ષે ૬ ‘‘વશ્‍મીના''ની શાલની ભેટ ધરવાના બદલામાં ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની પાસેથી કાશ્‍મીરનું રાજય ખરીદેલુ હતું. (‘‘વશ્‍મીના'' કાશ્‍મીરના જાતવંત બકરાઓના ગળા ઉપર ઉગેલા ઉનથી ગુંથેલી શાલ છે)

કાશ્‍મીરના દરબાર હોલમાં દરબારીઓ દ્વારા રાજા હરિસિંહને સ્‍વતંત્ર કાશ્‍મીરના મહારાજા તરીકે નવાજવામાં આવ્‍યા હતા. ત્‍યારે કાશ્‍મીરના માહુરાના વિજળી મથકમાં ઘુસી આવેલા ભાંગફોડયાના એક જુથે ડાઇનોમાઇટની મદદથી બ્‍લાસ્‍ટ કરતા ૪ પાકિસ્‍તાનની સરહદ સુધી અને લડાખ સુધી અંધારપટ્ટ છવાઇ ગયો. રાજમહેલ અંધકારમાં ગરકાવ થઇ ગયો. પાટનગરમાં અંધકાર છવાઇ જતા શ્રીનગરમાં અને ત્‍યાંના વિખ્‍યાત એવા શિકારાઓમાં સહેલ કરતા અંગ્રેજસ્ત્રી-પુરૂષો સુધ્‍ધા ગભરાઇ ઉઠયા હતા.

હજારો દેહાતી પઠાણો શ્રીનગર તરફ આગળ વધી રહયા હતા, ત્‍યારે જે અંગત લશ્‍કર દ્વારા હરિસિંહ પોતાના સ્‍વતંત્ર રક્ષણ કરવા માટે મુસ્‍તાક હતા, તે જ લશ્‍કરના સૈનિકોને તેમને છોડી ઘુસણખોરો સાથે ભળી ગયા હતા અથવા તો આમતેમ નાસી છુટયા હતા.

જો કે હુમલાખોર તાયફાવાળાની આગેવાની લેનાર સારબખાનનો આનંદ થોડી જ કલાકોમાં અલોપ થઇ જવાનો હતો. સાબરખાને પોતાના સાથીદારોને શ્રીનગર તરફ હુમલો લઇ જવા જણાવવાનું નકકી કર્યુત્‍યારે તે સૌ રાત્રીના અંધકારમાં મુઝફરાબાદની હિન્‍દુ બજારોમાં લુંટફાટ કરવામાં મશગુલ હતા. શહેરની સંખ્‍યાબંધ દુકાનો લુંટવામાં વ્‍યસ્‍ત તાયફાવાળાઓએ તેની વાત મુદલ ગણકારી નહી. તેમણે તાળા તોડી બારણા ઉખાડી નાખી લુંટફાટ ચલાવી સારબખાન પઠાણી દેહાતીઓના લોહીમાં વણાયેલી લુંટફાટનું અદમ્‍ય આકર્ષણ ખરાબ રીતે સમજવામાં નિષ્‍ફળ ગયો. જેની કિંમત હવે ઝીણાના સ્‍વપ્નના ભંગાર દ્વારા ચુકવવાની હતી. કારણ કે આજ રીતે હુમલાખોરો આગળ વધતા રહે તો માહુરાના પાવર સ્‍ટેશન સુધી પહોંચતા તેમને લગભગ ૪૮ કલાક નિકળી જવાના હતા. સારબખાનને પોતાનું માથુ કુટીને અફસોસ વ્‍યકત કરવા સીવાય બીજો વિકલ્‍પ હાથવગો ન હતો.

સારબખાનની ટુકડીઓએ હુમલો કર્યાના ૪૮ કલાકથી પણ વધુ સમય બાદ કાશ્‍મીરની ચઢાઇના સમાચાર નવી દિલ્‍હી પહોંચાડવામાં આવ્‍યા હતા. પરંતુ બીજી રીતે, રાવલપીંડીના ટેલીફોન નંબર ૧૭૦૪ ઉપરથી નવી દીલ્‍હીના ૩૦૧૭ નંબરની હોટલાઇન જે પાકિસ્‍તાન અને હિન્‍દુસ્‍તાનના સેનાપતિઓને જોડતી હતી તે ટેલીફોન લાઇન પંજાબના ભયાવહ હત્‍યાકાંડો વચ્‍ચે પણ સલામત હતી. જો કે આ હોટલાઇનનો ઉપયોગ બન્ને બાજુના બ્રિટિશ સેનાપતિઓ કરતા હતા.

લંડન ગયેલા જનરલ મેસરવીની જગ્‍યાએ આવેલા મેજર જનરલ ડગ્‍લાસ ગ્રેસી હવે પાકિસ્‍તાનના સરસેનાપતિ હતા તેમને ર૪ મી ઓકટોબરને શુક્રવારે ધુસણખોરીની જાણ પોતાના સુત્રો મારફતે થઇ હતી. કાશ્‍મીરમાં ઘુસણખોરોની સંખ્‍યા, હથીયારો એની પોઝીશનની માહીતી લશ્‍કરી સાધનો મારફતે મળતા જ ગ્રેસીએ તાબડતોબ આ માહીતી ભારતના પોતાના સ્‍કોટિચ અંગત મિત્ર લેફટનન્‍ટ જનરલ સર હોલ લોકર્હોટને પેલી ટેલીફોનીક હોટલાઇન મારફતે પહોંચાડી. તરત જ તેમણે આ વિસ્‍ફોટક માહીતીની જાણકારી માઉન્‍ટબેટન અને ફિલ્‍ડ-માર્શલ ઓચિનલેકને આપી. માઉન્‍ટબેટને આ ખબર નહેરૂને આપી. નહેરૂ સ્‍તબ્‍ધ હતા. કાશ્‍મિરી બ્રાહ્મણ તરીકે તેમને કાશ્‍મીર પોતાનું લાગતું હતું.

ત્‍યાર બાદ  સુપ્રિમ કમાન્‍ડર ઓચીનલેક અને માઉન્‍ટબેટન સાથેની વાતચીત બાદ કેબીનેટની સંરક્ષણ સમીતીની તાકીદની બેઠક મળી હતી. જેમાં રાજા હરીસિંહની વિનંતી ઉપર લશ્‍કરી દરમ્‍યાનગીરી કરવા ઉપર કાયદેસરના માર્ગે જ વિચાર થયો. કારણ કે માઉન્‍ટ બેટનનો આગ્રહ હતો કે મહારાજા હિન્‍દુસ્‍તાન સાથેનું જોડાણ મંજુર રાખે તે સંજોગોમાં જ લશ્‍કરી એકશન આંતરરાષ્‍ટ્રીય ધોરણે માન્‍યતા પ્રાપ્ત ઠરે તેમ હતું.

તે દિવસ પછીની બપોરે શ્રીનગરની વિમાની પટ્ટી ઉપર ઇન્‍ડીયન એરફોર્સનું વિમાન ઉતર્યુ. તેમાં વી.પી.મેનન, કર્નલ માણેકશા અને એક એરફોર્સ ઓફીસર હતા. મહારાજા સમક્ષ જોડાણની શરતો નક્કી કરવા માટે મેનનને અને સાથે ગયેલા મીલીટરી ઓફીસરો લશ્‍કરી પરિસ્‍થિતિનો કયાસ કાઢવા મોકલાયા તે જ દિવસે માઉન્‍ટ બેટને દેશના તમામ સિવિલીયન ઉડયનો રદ કરી દિલ્‍હી લાવવા હુકમ કર્યા હતા. કારણ કે માઉન્‍ટ બેટન કાશ્‍મીરના ભારતીય સંઘમાં હંગામી જોડાણના અને પરિસ્‍થિતિ અને કાયદો વ્‍યવસ્‍થાની બાબત થાળે પડતા કાશ્‍મીરની પ્રજાનો લોકમત લઇ જોડાણને કાયમી કરવાના પક્ષમાં હતા. ભારતના કમનશીબે નેહરૂ એ આ યોજના સ્‍વીકારી જેના માઠા પરીણામ હજુ સુધી જોવામાં આવી રહયા છે.

મેનને દિલ્‍હી જઇને જણાવ્‍યું કે મહારાજા મદદના બદલામાં ગમે તે શરતો સ્‍વીકારવા તૈયાર છે. દીલ્‍હી જતા પહેલા તેમની સલાહ અનુસાર હરિસિંહે પાટનગર છોડી જમ્‍મુ જવાનું સુચન સ્‍વીકાર્યુ હતું.

ર૬ મી ઓકટોબરના દિવસે રાજા હરિસિંહે તેમના જમ્‍મુના શિયાળુ મહેલમાં જવા માટે પ્રયાણ કર્યુ. તેમના અમેરીકન સ્‍ટેશન વેગન સાથે સેંકડો વાહનોની વણઝાર હતી. જેમાં તેમના ખજાનો ભરેલી તીજોરીઓઁ સોના, ચાંદીની અમુલ્‍ય કલાકૃતિઓ ઉપરાંત અઢળક વૈભવી વસ્‍તુઓ સામેલ હતી. ૧૭ કલાકની મુસાફરી બાદ રાજાની સવારી જમ્‍મુ પહોંચી ત્‍યારે હરિસિંહ અત્‍યંત ચિંતીત અને થાકેલા હતા. તેમણે આરામ કરવાના ખંડમાં જતા પહેલા પોતાના અંગત એડીસીને સુચના આપી કે જો વી.પી.મેનન કાલે દિલ્‍હીથી પરત ફરે તો જ માત્ર મને જગાડશો કારણ કેમેનના પાછા ફરવાનો અર્થ એ હશે કે ભારતે મદદે આવવા નિર્ણય કરી લીધો છે. નહીતર મેનન ન આવે તો મને મારી પિસ્‍તોલથી ઉંઘમાં જ ઠાર કરજો કારણ કે મેં આ સંજોગોમાં બધુ જ ગુમાવ્‍યુ છે.

બીજી તરફ મેનન અને તેમની સાથે શ્રીનગર ગયેલા બંને ફૌજી અફસરોએ કેબીનેટની સંરક્ષણ સમીતીને અહેવાલ આપ્‍યો કે આખરે કાશ્‍મીર ભારતને આપવા મહારાજા તૈયાર છે. પરંતુ હુમલાખોરો પાટનગરથી માત્ર ૩પ માઇલ જ દુર છે અને ગમે ત્‍યારે શ્રીનગર હવાઇ મથક હુમલાખોરોના હાથમાં જઇ પડશે. અને માત્ર શ્રીનગરમાં લશ્‍કર ઉતારવા માટે આજ માત્ર રસ્‍તો ખુલ્લો છે. ભારતીય ભુમીદળ તથા હવાઇદળના બ્રિટીશ સેનાપતિઓએ આ દરખાસ્‍તનો વિરોધ કર્યો. તે અવરોધને અવગણી માઉન્‍ટ બેટને લશ્‍કરી સહાયને મંજુરી આપી. બીજા દિવસે સવારથી શ્રીનગરમાં લશ્‍કરી એકમોને ઉતરાણના હુકમ થયા. આ કામમાં દેશના જે કઇ વાહન વ્‍યવહારના સાધનો હતા તે કામે લગાડાયા.

મહારાજાના એડીસીને અણગમતો હુકમ પાળવો પડે તે પહેલા જ મેનન શ્રીનગરની બદલે જમ્‍મુ પહોંચ્‍યા.

તેમની સાથે તેઓ ભારત સાથેના જોડાણનું  જાહેરનામુ પણ લાવ્‍યા હતા. જેથી ભારતના લશ્‍કરી હસ્‍તક્ષેપને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે કાનુની માન્‍યતા મળી જાય. તે જ દિવસે ૨૬ ઓકટોબરને રવિવારે તેમણે બ્રિટનના ડેપ્‍યુટી હાઇકમિશનર એલેકઝાન્‍ડર સીમોનને હસતા હસતા જણાવ્‍યું કે ‘‘ આ જુઓ કમબખ્‍ત મહારાજાએ સહી કરી દીધી છે હવે અમે કાશ્‍મીરને હાથમાંથીજવા દેવાના નથી.

ભારતીય લશ્‍કરી દળોને તાત્‍કાલીક શ્રીનગર પહોચીને જયાં સુધી બખ્‍તરીય ડીવીઝનો અને બીજા ઇન્‍ફન્‍ટ્રી ડીવીઝનો જમીનમાર્ગે કાશ્‍મીર ન પહોંચે ત્‍યાં સુધી શ્રીનગર એરપોર્ટ ગમે તે સંજોગોમાં બચાવીને સતત કબ્‍જામાં રાખવાના હુકમો હતા. સીરીલ રેડકલીફના કારણે ભારતમાં રાખવામાં આવેલા ગુરૂદાસપુરના શહેરમાંથી નિકળતા એકમાત્ર રસ્‍તેથી ભુમિદળોને જવાનું નકકી થયુ.

બીજી તરફ કાશ્‍મીરના ઘુસણખોરીની પ્રારંભીક સફળતા બાદ તેમની ગતિ શ્રીનગર તરફ મંદ પડી ગઇ કારણ કે બારામુલ્લામાં આવેલ ‘‘ ફ્રાન્‍સિસ્‍કન મિશનરીઝ ઓફ મેરી''ની ૧૪ ખ્રિસ્‍તી સાધ્‍વીઓ ઉપર બળાત્‍કારો કરવામાં અને ચર્ચમાં લુંટ કરવામાં તાયફાવાળાઓએ ઘણો સમય બરબાદ કર્યો. તેમણે ચર્ચના દવાખાનામાં સારવાર લેતા દર્દીઓ અને સાધ્‍વીઓની કત્‍લેઆમ ચલાવી. મઠમાં ત્‍યારે ફ્રેન્‍ચ , સ્‍કોટીશ, ઇટાલીયન અને પોર્ટુગીઝ સાધ્‍વીઓ હાજર હતી. ચર્ચના બેલ્‍જીયમના મધર સુપિરિયર સિસ્‍ટર મેરી એદલબ્રુદ ગંભીર ઇજાઓથી ઘટનાસ્‍થળે જ મરણ પામ્‍યા. આ સોનેરી સમયનો ફાયદો ઉપાડી શ્રીનગરના હવાઇ મથકે શીખ સૈનિકો ઉતરતા રહયા. પ્રથમ શીખ રેજીમેન્‍ટના ૩૨૯ સૈનિકો આઠ ટન જેટલી યુધ્‍ધ સામગ્રી સાથે ડીસી-૩ પ્રકારના ૯ વિમાનો મારફતે શ્રીનગર પંહોચી ગયા.

ત્‍યાર પછીનો ઇતીહાસ તો જાણીતો છે જ. પરંતુ કાશ્‍મીર સમસ્‍યાને નાસુરમાં તબ્‍દીલ કરવામાં નહેરુનો જાણેઅજાણે પ્રમુખ ભાગ રહયો તેને કોઇ જ નકારી શકે તેમ નથી. ત્‍યારની ચર્ચાતી વિગત મુજબ માઉન્‍ટબેટનની અંગત ઇચ્‍છા હતી કે કાશ્‍મીરમાં લોકમત લેવાય. અને તે માટે સંયુકત રાષ્‍ટ્ર સંઘ (યુનો) માં જવાનુ઼ સુચન પણ તેમનું જ હતું. તે ભારતના કમનસીબે નહેરુએ સ્‍વીકાર્યુ એવી પણ ચર્ચા હતી કે તે સમયમાં એડવીના  અને નહેરુના પ્રગાઢ(!!) મૈત્રીપુર્ણ(??) સબંધો આ નિર્ણય પાછળ જવાબદાર હતા ખુદ માઉન્‍ટબેટન અને એડીવીડાની પુત્રીએ લખેલા પુસ્‍તકમાં

(5:00 PM IST)