<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

WhatsApp પર આવ્યા જોરદાર ફીચર્સ: સ્ટેટસમાં શેર ટોપિક્સથી લઈને મ્યુઝિક સુધી અનેક અપડેટ્સ મળ્યા

હવે યુઝર્સ સ્ટેટસ પર 90 સેકન્ડ લાંબા વીડિયો શેર કરી શકાશે: આ સાથે સ્ટેટસ પર મ્યુઝિક મૂકવાનો વિકલ્પ પણ હશે

નવી દિલ્હી : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp તેના યુઝર્સ માટે દરરોજ નવા અપડેટ્સ લાવતું રહે છે. તાજેતરમાં કંપનીએ સ્ટેટસ અપડેટ અંગે નવા અપડેટ્સ શેર કર્યા છે. હવે યુઝર્સ સ્ટેટસ પર 90 સેકન્ડ લાંબા વીડિયો શેર કરી શકશે, આ સાથે સ્ટેટસ પર મ્યુઝિક મૂકવાનો વિકલ્પ પણ હશે. ચાલો જાણીએ કે તમે સ્ટેટસ પર મ્યુઝિક કેવી રીતે મૂકી શકો છો.

હવે તમે ઇન્સ્ટાગ્રામની જેમ WhatsApp સ્ટેટસ પર મ્યુઝિક મૂકી શકો છો. હવે તમે તમારા મૂડ અનુસાર કોઈપણ ગીત પસંદ કરી અપલોડ કરી શકો છો. જ્યારે પણ તમે સ્ટોરી કે ફોટો અપલોડ કરો છો, ત્યારે તમને મ્યુઝિકનો વિકલ્પ ટેક્સ્ટ, સ્ટીકરો સાથે ઉપર દેખાશે. અહીંથી તમે તમારી પસંદગીનું કોઈપણ મ્યુઝિક મૂકી શકો છો.

પહેલાં WhatsApp પર, યુઝર્સ ફક્ત 30 સેકન્ડનો વીડિયો શેર કરી શકતા હતા. જો વિડિયો લાંબો હોત, તો તમે તેને 30-30 સેકન્ડમાં કાપીને અપલોડ કરી શકતા હતા. પરંતુ હવે જો વીડિયો 90 સેકન્ડનો હોય, તો પણ તે અપલોડ થશે.

પહેલા યુઝર્સ વોટ્સએપ પર ફક્ત 30 સેકન્ડના વિડીયો જ શેર કરી શકતા હતા. જો વીડિયો લાંબો હોત, તો પણ તમે તેને 30-30 સેકન્ડમાં કાપીને અપલોડ કરી શકતા હતા. પરંતુ હવે જો વીડિયો 90 સેકન્ડનો હોય, તો પણ તે અપલોડ થશે.

હવે તમે વોટ્સએપ ગ્રુપ્સ, ચેટ્સ, ચેનલ્સ પર પ્રાપ્ત થયેલા મેસેજનો સારાંશ આપી શકો છો. ધારો કે કોઈએ તમને વોટ્સએપ પર લાંબા ફોર્મેટમાં મેસેજ મોકલ્યો છે, તો તમે મેટા એઆઈ દ્વારા તેનો સરળતાથી સારાંશ આપી શકો છો.

હવે તમે વોટ્સએપ સ્ટેટસ પર કોઈપણ ટોપિક શેર કરી શકો છો. એટલે કે, વોટ્સએપ યુઝર્સ સ્ટેટસ પર કોઈપણ ટોપિક શરૂ કરી શકે છે. તેમના કોન્ટેક્ટમાં રહેલા બધા યુઝર્સ તેનો જવાબ આપી શકે છે. હાલમાં, આ ફીચર ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ ઉપલબ્ધ છે.

(5:37 PM IST)