News of Saturday, 10th May 2025
ચારધામ, હિમાચલના પ્રવાસો ધડાધડ કેન્સલ
ઊનાળું વેકેશનની પીક સિઝનમાં ટૂરીઝમ ઈન્ડસ્ટ્રીને ૮૦ ટકા સુધી ફટકો પડવાની શકયતા : કાશ્મીર બાદ હવે પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ચારધામ, અમરનાથ યાત્રાના બુકીંગ રદ થવા માડયાં

મુંબઈ,તા.૧૦: શાળા, કોલેજોમાં ઊનાળુ વેકેશનની રજાઓમાં પ્રવાસના આયોજનો કરનારા અનેક પરિવારોએ હવે બુકીગ રદ કરાવવા પડાપડી કરી છે. સરહદી વિસ્તારોમાં તણાવભરી સ્થિતિ વચ્ચે વેકેશનના પ્રવાસો રદ થઈ રહ્યા છે. અગાઉ કાશ્મીર બાદ હવે પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ચાર ધામ અને અમરનાથ યાત્રા માટે થયેલા બુકીંગ રદ કરાવવા ટૂરીસ્ટ ઓપરેટરોને ત્યાં ઈન્કવાયરી ચાલી રહી છે. દરમિયાન ઊનાળુ વેકેશનની પીક સિઝનમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતની ટૂરીઝમ ઇન્ડસ્ટ્રીને ૮૦ ટકા સુધી ફટકો પડવાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે.
પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોટા ભાગના પર્યટકોએ કાશ્મીર પ્રવાસે જવાનું માંડી વાળ્યું હતું. ઊનાળુ વેકેશનમાં પીક સિઝનમાં કાશ્મીર સૌથી વધુ ફેવરીટ ડેસ્ટિનેશન હોય ટૂરીસ્ટ ઓપરેટરોને ત્યાં મોટા ભાગના પેકેજ, પ્રવાસો રદ થઈ ગયા હતા. જયારે હવે સરહદી વિસ્તારમાં તંગદીલીભરી સ્થિતિ વચ્ચે અન્ય સ્થળોના પ્રવાસો પણ ધડાધડ રદ થઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ગુજરાતના સરહદી વિસ્તારોના હોટ ડેસ્ટિનેશન ગણાતા પર્યટક સ્થળોના આયોજનો રદ્દ થઈ રહ્યા છે. ટૂરીઝમ ઈન્ડસ્ટ્રી માટે ઉનાળુ વેકેશનની સિઝન પીક હોય એટલે કે સૌથી વધું ધસારો, ઈન્કવાયરી હોય આ સિઝનમાં ૮૦ ટકા સુધી ફટકો પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.(૪૦.૨)
ઉથલપાથલને કારણે ગલ્ફ કન્ટ્રીના પ્રવાસોને અસર
તણાવભરી સ્થિતિને કારણે ગલ્ફ કન્ટ્રીમાં આવેલા દેશોના પ્રવાસોમાં પણ ધરખમ ઘટાડો થયો છે. ચાલુ વર્ષે ઊનાળું વેકેશનના હોટ ડેસ્ટિનેશનમાંથી ગલ્ફ કન્ટ્રીના દેશો બહાર થઇ ગયા છે. તેની જગ્યાએ યુરોપ, સિંગાપોર-મલેશિયા, થાઇલેન્ડ, દુબઇ સહિતના સ્થળો પસંદગીની યાદીમાં ટોચના ક્રમે છે.
ચારધામના પ્રવાસ તાકીદે રદ, અમરનાથ માટે પણ ચિંતા
૩ તારીખથી ચાર ધામ યાત્રા શરૂ થઇ છે. ગુજરાતમાં ૩૦ હજારથી વધુ પ્રવાસીઓ ચાર ધામ યાત્રાએ જવા થનગની રહ્યા છે. જોકે, આગામી એક મહિનામાં ચાર ધામ યાત્રાએ જનારા અનેક પ્રવાસીઓએ આયોજનો રદ્દ કર્યા છે. જ્યારે અમરનાથ યાત્રા હજું જુલાઇ માં શરૂ થવાની હોય કેટલાક આયોજન માંડી વાળ્યું છે. તો કેટલાકે ૧૫ દિવસમાં નિર્ણય લેવાનું નિર્ધારીત કર્યું છે.
એરલાઇન્સ કંપનીઓએ હાલ રિફંડની ખાતરી આપી
ટૂરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મિષાીએ જણાવ્યું હતું કે, હાલના તબડકે તણાવભરી સ્થિતિ હોય ઊનાળું વેકેશનના આગામી ૧૫ દિવસમાં પ્રવાસના આયોજનો કરનારા સંખ્યાબંધ પરિવારોએ હાલમાં પ્રવાસ રદ કરી દીધા છે. ચારધામ યાત્રા હાલ ચાલી રહી હોય તેના પ્રવાસો તાબડતોબ રદ થયા છે. જોકે, ચાર જેટલી એરલાઇન્સ કંપનીઓએ ટીકીટ રીફંડ અથવા તો તારીખમાં ફેરફાર માટે ખાતરી આપતા થોડી ઘણી રાહત થઇ છે. આ વખતે ઊનાળું વેકેશનની ટૂરીઝમ સિઝનને ૭૦થી ૮૦ ટકા સુધીનો ફટકો પડયો છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
