<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જવાન સાળી જોઈ બનેવી ફીદા થયોઃ પત્‍નીથી દૂર દૂર રહેતો, વચ્‍ચે આવી ગયો નાનો ભાઈ તો ઠેકાણે પાડી દીધો

બનેવીને પોતાની સાળી સાથે પ્રેમ થઈ ગયો. આ એક તરફી પ્રેમે ૨ ઘરને બરબાદ કરી નાખ્‍યા હતા

રાંચી તા.૧૦: સાળી-બનેવી અને દિયર-ભાભીના સંબંધ હસી મજાકવાળા હોય છે. બંને સંબંધોમાં હસી મજાક સામાન્‍ય બાબત હોય છે. બંને સંબંધોને લઈને કેટલીય કહાનીઓ સામે આવતી હોય છે. આ સંબંધોમાં હસી મજાક ઘણી વાર પ્રેમમાં બદલાઈ જતો હોય છે. પ્રેમની ઉડાનમાં મર્યાદાઓ અને ઘર બંને તૂટી જતાં હોય છે. પોતાના જ લોકો એકબીજાના લોહીના તરસ્‍યા થઈ જતાં હોય છે. આવો જ એક કિસ્‍સો ઝારખંડમાંથી સામે આવ્‍યો છે. અહીં એક બનેવીને પોતાની સાળી સાથે પ્રેમ થઈ ગયો. આ એક તરફી પ્રેમે ૨ ઘરને બરબાદ કરી નાખ્‍યા હતા.

આ કિસ્‍સો બોકારોના સેક્‍ટર નવમાં આવેલા શિવશક્‍તિ કોલોનીનો છે. અહીં સાસરિયામાં રહેતા પટનાના ૨૫ વર્ષિય ધનંજય સાવની હત્‍યા તેના જ સગા મોટા ભાઈ અજય ગુપ્તાએ એક લાખ ૪૦ હજાર રૂપિયાની સોપારી આપીને કરાવી હતી. હત્‍યાની સોપારી મળતકના દોસ્‍ત દુંદીબાગના ઓટો ચાલક કરણ રાયે લીધી હતી. ત્‍યાર બાદ કરણે ચાસના ભગવતી કોલોનીના રહેવાસી અભિષેક મહતો અને શિવપુરી કોલોનીના રહેવાસી રોહિત યાદવને રૂપિયાની લાલચ આપીને હત્‍યા માટે તૈયાર કર્યો. પોલીસે અભિષેક અને રોહિતની ધરપકડ કરી હત્‍યાનો ખુલાસો કરી દીધો છે.

ચાસના એસડીપીઓ પ્રવીણ કુમાર સિંહે જણાવ્‍યું કે, ૫મેની સવારે પિંડ્રાજોરા પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં આવેલા હાઈવે કિનારે ધનંજયની લાશ જપ્ત થયા બાદ પત્‍ની કાજલની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્‍યો હતો. ત્‍યાર બાદ ૭૨ કલાકની અંદર પોલીસે હત્‍યામાં સામેલ બે આરોપી અભિષેક અને રોહિતની ધરપકડ કરી લીધી.

 હવે આવો આ હત્‍યા પાછળના ચોંકાવનારા રહસ્‍ય વિશે વાત કરીએ. બિહારના પટના કંકડબાગના રહેવાસી અજય ગુપ્તા ધનંજયનો સગો ભાઈ હતો. મોટા ભાઈ અજયના લગ્ન હરલા વિસ્‍તારની લક્ષ્મી સાથે થયા હતા. લક્ષ્મીની નાની બહેન એટલે કે પોતાની સાળી કાજલ સાથે અજયને એક તરફી પ્રેમ થઈ ગયો હતો. પરંતુ કાજલ ધનંજયને પ્રેમ કરતી હતી. એક વર્ષ પહેલા ધનંજય અને કાજલના લગ્ન થયા હતા. બંને રાજીખુશી સેક્‍ટર ૯ શિવશક્‍તિ કોલોનીમાં આવેલા પિયરમાં રહેતા હતા.

ધનંજય અને કાજલના લગ્ન થઈ ગયા હતા. બંને શિવશક્‍તિ કોલોનીમાં રહેતા હતા. અજય ઈચ્‍છતો હતો કે, કાજલ તેની સાથે લગ્ન કરી લે. આ લગ્નથી નાખુશ અજયને ઘણી વાર ભાઈ સાથે મારપીટ થઈ ચૂકી હતી. આરોપ છે કે, નાની ભાઈની પત્‍નીને પ્રાપ્ત કરવા માટે તથા મારપીટનો બદલો લેવા માટે તેણે જ નાના ભાઈની હત્‍યાની સોપારી આપી દીધી.

ચાસના એસડીપીઓએ જણાવ્‍યું હતું કે, બંને આરોપીઓના નિવેદન અનુસાર, હત્‍યામાં વપરાયેલા ચાકૂ, સ્‍કૂટી, મોબાઈલ, લોહીથી ખરડાયેલા કપડાં પણ જપ્ત કરી લીધા છે. આ મામલામાં મળતકના ભાઈ અને દોસ્‍ત ફરાર છે. તેમને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે. એસડીપીઓના જણાવ્‍યા અનુસાર, ચાર મેની રાતે કરણે જ ધનંજયને પેસેન્‍જરને સ્‍ટેશન છોડવા માટે લાલચ આપી હતી. તે સમયે આરોપી ભાઈ અજય સાસરિયામાં હતો. જ્‍યારે ધનંજય ટોટો લઈને કરણ પાસે પહોંચ્‍યો તો રોહિતે અભિષેક પેસેન્‍જર બનીને સાથે હતો. ત્‍યાંથી ફરવાની લાલચ આપીને અભિષેક અને રોહિત સાથે મોકલ્‍યો હતો.

ચાસના એસડીપીઓએ જણાવ્‍યું હતું કે, બંને આરોપીઓના નિવેદન અનુસાર, હત્‍યામાં વપરાયેલા ચાકૂ, સ્‍કૂટી, મોબાઈલ, લોહીથી ખરડાયેલા કપડાં પણ જપ્ત કરી લીધા છે. આ મામલામાં મળતકના ભાઈ અને દોસ્‍ત ફરાર છે. તેમને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે. એસડીપીઓના જણાવ્‍યા અનુસાર, ચાર મેની રાતે કરણે જ ધનંજયને પેસેન્‍જરને સ્‍ટેશન છોડવા માટે લાલચ આપી હતી. તે સમયે આરોપી ભાઈ અજય સાસરિયામાં હતો. જ્‍યારે ધનંજય ટોટો લઈને કરણ પાસે પહોંચ્‍યો તો રોહિતે અભિષેક પેસેન્‍જર બનીને સાથે હતો. ત્‍યાંથી ફરવાની લાલચ આપીને અભિષેક અને રોહિત સાથે મોકલ્‍યો હતો.

હાઈવે કિનારે તમામ દારૂ પીધો. આ ક્રમમાં રોહિત અને અભિષેકે ચાકૂ મારી ધનંજયને મોતને ઘાટ ઉતારી દીધો. પાછળથી કરણે આવીને ધનંજયને ટોટોને ઠેકાણે લગાવી દીધી અને ઘરે જતો રહ્યો. સબ ઇન્‍સ્‍પેક્‍ટર અભિષેક રંજને સીસીટીવી ફૂટેજ, ટેક્રિકલ સેલ, ડોગ સ્‍ક્‍વોડ ટીમની મદદથી આ મામલો ઉકેલ્‍યો.(૩૮.૧૦)

(10:17 AM IST)