<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

પાકિસ્‍તાન સાથેના તણાવ વચ્‍ચે બેંકોને સતર્ક રહેવા સૂચના

ATMમાં પૂરતી રોકડ હોવી, મુશ્‍કેલીમુક્‍ત UPI અને ઇન્‍ટરનેટ બેંકિંગ સેવાઓ અને આવશ્‍યક બેંકિંગ સુવિધાઓની ઉપલબ્‍ધતા એ પ્રાથમિકતા : પડકારજનક સમયમાં આર્થિક સ્‍થિરતા સુનિヘતિ કરવામાં બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રની મહત્‍વપૂર્ણ ભૂમિકા પર ભાર

નવી દિલ્‍હી તા.૧૦: ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધી રહેલા તણાવ વચ્‍ચે, નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોને સતર્ક રહેવા અને ગ્રાહકોને અવિરત સેવાઓ સુનિヘતિ કરવા માટે તમામ પગલાં લેવા જણાવ્‍યું છે. શુક્રવારે સાયબર સુરક્ષા તૈયારીઓ પર બેંકો અને વીમા કંપનીઓના ઉચ્‍ચ અધિકારીઓની બેઠકમાં, નાણામંત્રીએ પડકારજનક સમયમાં આર્થિક સ્‍થિરતા સુનિヘતિ કરવામાં બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રની મહત્‍વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકયો.

નાણામંત્રીએ કહ્યું કે બેંકિંગ સેવાઓ કોઈપણ વિક્ષેપ અને ખામીઓ વિના કાર્યરત થવી જોઈએ. આમાં બેંક શાખાઓ અને ડિજિટલ બેંકો બંનેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે બેંકોએ કોઈપણ પ્રતિકૂળ પરિસ્‍થિતિનો સામનો કરવા માટે કટોકટી પ્રોટોકોલને અપગ્રેડ કરવા અને તેનું પરીક્ષણ કરવું જોઈએ. નાણામંત્રીએ બેંકોને સરહદી વિસ્‍તારોમાં સ્‍થિત શાખાઓમાં કામ કરતા બેંક કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષા સુનિヘતિ કરવા પણ કહ્યું.

પૂરતી રોકડ રકમની વ્‍યવસ્‍થા કરો

તેમણે બેંકોને કહ્યું કે સામાન્‍ય લોકો અને વ્‍યવસાયોને કોઈપણ પ્રકારની સમસ્‍યાઓનો સામનો કરવો ન જોઈએ. ATM માં પૂરતી રોકડ હોવી, મુશ્‍કેલીમુક્‍ત UPI અને ઇન્‍ટરનેટ બેંકિંગ સેવાઓ અને આવશ્‍યક બેંકિંગ સુવિધાઓની ઉપલબ્‍ધતા એ દરેકની પ્રાથમિકતા હોવી જોઈએ. બેઠકમાં, નાણાં મંત્રીએ કામગીરી અને સાયબર સુરક્ષા તૈયારીઓનો અભ્‍યાસ કર્યો.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, સીતારમણે બેંકોને સુરક્ષા એજન્‍સીઓ સાથે અસરકારક રીતે સંકલન કરીને પૂરતી સુરક્ષા સુનિヘતિ કરવાનો નિર્દેશ પણ આપ્‍યો હતો. બેંકો અને વીમા કંપનીઓના ઉચ્‍ચ અધિકારીઓ ઉપરાંત, નાણાકીય સેવાઓ વિભાગ (નાણા મંત્રાલય), RBI, IRDAI અને NPCI ના વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.(૩૮.૯)

(10:18 AM IST)