News of Saturday, 10th May 2025
રાજૌરીમાં ADDCના ઘર પર ગોળીબારઃ એક અધિકારી સહિત ત્રણના મોત
પાકિસ્તાનનું નાપાક ક્રુત્યઃ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યું છે.

શ્રીનગર તા.૧૦: ઓપરેશન સિંદૂરથી હતાશ પાકિસ્તાન સતત નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યું છે. ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો. આ સંદર્ભમાં, શનિવારે સવારે પણ શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન સાથે અથડામણ ચાલુ રહી.
જોકે, સેનાએ આ વિસ્તારમાં સપાટીથી હવામાં -હાર કરતી મિસાઇલ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. પરંતુ શનિવારે સવારે ઘણી જગ્યાએ વિસ્ફોટોના અવાજો સંભળાયા. આના થોડા કલાકો પહેલા જ ભારતીય સેનાએ ગઈકાલે મોડી રાત્રે અહીં અનેક સ્થળોએ પાકિસ્તાની ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. તે જ સમયે, રાજૌરીમાં પાકિસ્તાનના હુમલામાં એક અધિકારીનું પણ મોત થયું હતું. આ માહિતી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આપી હતી.
આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવ્યા છે. ગઈકાલે જ, તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને મારી અધ્યક્ષતામાં યોજાયેલી ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી. આજે અધિકારીના નિવાસસ્થાન પર પાકિસ્તાની ગોળીબાર થયો હતો, જેમાં આપણા અધિક જિલ્લા વિકાસ કમિશનર શ્રી રાજ કુમાર થપ્પાનું મળત્યુ થયું હતું. આ ભયંકર જાનમાલના નુકસાન પર દુઃખ અને આઘાત વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તેમના આત્માને શાંતિ મળે.
તે જ સમયે, પાકિસ્તાને ભારત સામે મિસાઇલ હુમલો કર્યો. જમ્મુ એર બેઝ, પઠાણકોટ એર બેઝ, શ્રીનગર, બિયાસ અને ઉધમપુર પર ફતેહ-૧ મિસાઇલો છોડવામાં આવી હતી. આ વિસ્તારોમાં મોટા વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે એરપોર્ટ સહિત અનેક મહત્વપૂર્ણ સંસ્થાઓ પાસે વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ધડાકા સાંભળતાં જ શહેરમાં સાયરન વાગવા લાગ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેર અને ખીણના મોટાભાગના ભાગોમાં વીજળી પણ કાપી નાખવામાં આવી છે.
પાકિસ્તાન આ સ્થળોને નિશાન બનાવી રહ્યું છે
ડ્રોન હુમલાની સાથે, પાકિસ્તાન નૌશેરા, પૂંછ અને કુપવાડામાં નિયંત્રણ રેખા પર મોર્ટાર અને બંદૂકોથી માત્ર નાગરિક વિસ્તારો જ નહીં પરંતુ ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવી રહ્યું છે. ભારતીય સેના આનો યોગ્ય જવાબ આપી રહી છે અને પાકિસ્તાનની દરેક મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી છે.
જવાબી કાર્યવાહીમાં ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની હુમલામાં એક ભારતીય સૈનિક શહીદ થયો હતો અને પૂંછ અને આરએસપુરામાં બે લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે રાજૌરી, પૂંછ, ઉરી, કુપવાડા અને બારામુલા સેક્ટરમાં મોર્ટાર અને તોપમારાથી ભારે ગોળીબાર કર્યો હતો જે શુક્રવાર સવાર સુધી ચાલુ રહ્યો.(૩૮.૭)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
