News of Saturday, 10th May 2025
*યુદ્ધના મોરચેથી લેટેસ્ટ સમાચારો: ઉડતી નજરે* ફટાફટ ન્યુઝ

પાકિસ્તાન દ્વારા આખી રાત રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં ભારે હુમલા કરવામાં આવ્યા હતા જેના પગલે રાજૌરીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજ કુમાર થાપા સહિત પાંચ લોકો શહીદ થઇ ગયા હતા. જ્યારે અન્ય ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. શ્રી થાપાના ઘરને નિશાન બનાવીને હુમલો કરાયો હતો. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિગતો આપી હતી.
જમ્મુ અને કાશ્મીરના અખનુરમાં ત્રણ જોરદાર વિસ્ફોટોના અવાજો સાંભળવા મળ્યા છે
પાકિસ્તાન મીડિયાએ દાવો કર્યો છે કે તેના ત્રણ એરબેઝને ભારતે નિશાન બનાવ્યા છે * ભારતના વિરોધ છતાં આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ – આઈએમએફ એ પાકિસ્તાનને ૮૫૦૦ કરોડની જંગી લોન આપી છે
વીડિયો કોન્ફરન્સથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને દેશની વર્તમાન સ્થિતિ અંગે માર્ગદર્શન આપ્યું હોવાનું વિજયભાઈ રૂપાણીએ એક્સ મીડિયા ઉપર જણાવ્યું છે
પંજાબના અનેક જિલ્લાઓમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલો થયો, ફિરોઝપુરમાં એક પરિવાર દાઝી ગયો, સંખ્યાબંધ શહેરોમાં રાત્રે બ્લેક આઉટ અને એલર્ટ * ભુજથી જમ્મુ સુધીમાં ૨૬ શહેરો ઉપર પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા, તમામ નિષ્ફળ બનાવાયા * ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ટાળવા ટ્રમ્પના પ્રયાસો, તનાવ સમાપ્ત કરવા બંને દેશોને અપીલ કરી
કચ્છ, ભુજથી રાજકોટ, અમદાવાદ, રાજસ્થાન જતી ટ્રેના રદ, મુંબઈ જતી ટ્રેનો ચાલુ, એરપોર્ટ બંધ રહેતા રેલવે નો નિર્ણય
ભારતની એસ ૪૦૦ સિસ્ટમને નુકસાન થયાના અહેવાલો સંરક્ષણ ખાતાએ ભગાવી દીધા છે
ચીની બનાવટની પી.એલ ૧૫ લોંગ રેન્જ મિસાઈલોથી ભારત ઉપર એટેક કર્યાનું પાકિસ્તાને સ્વીકાર્યું છે
ભારતીય સેનાએ જમ્મુ પાસે આવેલ પાકિસ્તાની પોસ્ટો અને અનેક આતંકી લોન્ચ પેડનો ફૂરચો બોલાવી દીધો છે. અહીંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો અને ડ્રોન મોકલવાનો પ્રયાસ ચાલુ હતો
પાકિસ્તાનના ચાર એર બેઝને ભારતીય એરફોર્સે નિશાન બનાવ્યા છે
દરમિયાન કાશ્મીરના શ્રીનગર અને આસપાસના સરહદી વિસ્તારમાં ભારે અથડામણો ચાલુ હોવાનું અને મિસાઈલ તથા તોપમારો થઈ રહ્યાનો જાણવા મળે છે
ઓપરેશન સિંદૂરથી ઘાંઘા થયેલા પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર, અમૃતસર સહિત પંજાબના અને રાજસ્થાનના સરહદી વિસ્તારના શહેરોને નિશાન બનાવવા કોશિશ કરી છે, ત્યારે પાકિસ્તાન મીડિયાએ કહ્યું છે કે તેના ત્રણ એર બેઝને ભારતે નિશાન બનાવેલ છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
