News of Saturday, 10th May 2025
પાકિસ્તાનને ચીની બનાવટની મિસાઈલો-ડિફેન્સ સીસ્ટમ માથે પડીઃ ટાંણે દગો દીધો
ચીની શસ્ત્રો પાક.ને બટકી ગયા : PL-૧૫ મિસાઇલો વિસ્ફોટ થયા વિના પડી ગઈ, લાહોરમાં HQ-૯ એર ડિફેન્સ સિસ્ટમ નાશ પામી અને J-૧૦C ફાઇટર જેટ ભારતીય હુમલાઓનો સામનો કરવામાં નિષ્ફળ ગયા

નવી દિલ્હી, તા.૧૦: પાકિસ્તાન ચીનમાં બનેલા દારૂગોળાની મદદથી ભારત સામે લડવાની હિંમત કરી રહ્યું છે. છેલ્લા ૩ દિવસમાં, તેની ચીને બનાવેલી મિસાઇલો, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને ફાઇટર વિમાનોએ તેને નિષ્ફળ બનાવ્યું. આ ત્યારે છે જ્યારે છેલ્લા ૧૫ વર્ષોમાં પાકિસ્તાનની શષાો માટે ચીન પર નિર્ભરતા વધી છે. ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન ચીનથી શષાોની આયાતમાં પાકિસ્તાનનો હિસ્સો ૮૧ ટકા હતો.
શુક્રવારે પાકિસ્તાને ભારત સામે ચીનમાં બનેલી PL-૧૫ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો, જે ફૂટયા વિના નિષ્ફળ ગઈ. ચીનનો દાવો છે કે તે લાંબા અંતરની મિસાઇલ છે, જે હવાથી હવામાં પ્રહાર કરવા સક્ષમ છે. આનો ઉપયોગ ફાઇટર પ્લેનમાં થાય છે. એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના એ ૨૦૧૧ માં તેનું ઉત્પાદન શરૂ કર્યું. ભારતે ૬-૭ મેની રાત્રે પાકિસ્તાનના ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. બીજા દિવસે રાત્રે પાકિસ્તાને હુમલો કર્યો. બદલામાં, ભારતીય સેનાએ વળતો હુમલો કર્યો અને લાહોરની રક્ષા કરતી ચીન નિર્મિત HQ-૯ વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો.
નિષ્ણાતો કહે છે કે ચીને HQ-૯ વિશે મોટા દાવા કર્યા છે. પરંતુ તે ભારતીય સેનાની કાર્યવાહીનો સામનો કરી શકયું નહીં અને લાહોરની હવાઈ સંરક્ષણ પ્રણાલી નિષ્ફળ ગઈ. ચીનનો દાવો છે કે તે લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે, જે રશિયાના S-૩૦૦ પ્લેટફોર્મ જેવી જ છે. તેના બેઝ વેરિઅન્ટની રેન્જ ૧૨૦ કિમી છે.
અગાઉ, પાકિસ્તાને ભારતીય વાયુસેના સામે ચીનમાં બનેલા થ્-૧૦ઘ્ ફાઇટર જેટનો ઉપયોગ કરવાનો ખોટો દાવો કર્યો હતો. ચીન થ્-૧૦ઘ્ ફાઇટર જેટના વખાણ કરતા કયારેય થાકતું નથી. આ સિંગલ-એન્જિન, મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ ચેંગડુ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી ગ્રુપ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું હતું. ચીનનો દાવો છે કે તે ૨૦૦૩ થી ચીની વાયુસેનાનો ભાગ છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
