News of Saturday, 10th May 2025
દેશના 32 એરપોર્ટ 15 મે સુધી નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ ; ઉડ્ડયન અધિકારીઓ તરફથી સૂચના
ઓછામાં ઓછા 32 એરપોર્ટ 15 મેના રોજ સવારે 5.29 વાગ્યા સુધી નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ કરાયા

શ્રીનગર અને ચંદીગઢ સહિત દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં ઓછામાં ઓછા 32 એરપોર્ટ 15 મે સુધી નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 32 એરપોર્ટ 15 મેના રોજ સવારે 5.29 વાગ્યા સુધી નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ કરવામાં આવ્યા છે.
શુક્રવારે એરલાઇન્સે જણાવ્યું હતું કે, 15 મે સુધી એરપોર્ટ કામચલાઉ બંધ રહેવાને કારણે તેમની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 15 મેના રોજ સવારે 5.29 વાગ્યા
સુધીમાં ઓછામાં ઓછા 32 એરપોર્ટ નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ કરવામાં આવ્યા હતા.
એર ઇન્ડિયાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઉડ્ડયન અધિકારીઓ તરફથી અનેક એરપોર્ટ બંધ કરવાની સૂચના મળ્યા બાદ, કંપનીની જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢ, ભુજ, જામનગર અને રાજકોટની ફ્લાઇટ 15 મેના રોજ સવારે 5.29 વાગ્યા સુધી રદ કરવામાં આવી રહી છે.
આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રિશેડ્યુલિંગ ફીમાં એક વખતની માફી આપવામાં આવશે અથવા ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.
ઇન્ડિગોએ પોસ્ટ કર્યું છે કે અધિકારીઓની નવીનતમ સૂચનાઓ અનુસાર, 15 મેના રોજ સવારે 5.29 વાગ્યા સુધી 10 સ્થળોની બધી ફ્લાઇટ્સ રદ રહેશે કારણ કે એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ છે. શુક્રવારે પણ પટનાથી ચંદીગઢ અને ગાઝિયાબાદ વચ્ચે કોઈ ફ્લાઇટ ઓપરેશન નહોતું. સવારે 9.15 વાગ્યે પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટ નંબર ૬E૬૩૯૪ ચંદીગઢથી ઉડાન ભરી શકી નહીં.
એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દેશભરના એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેટલીક ફ્લાઈટ્સને અસર થઈ છે. એરલાઇન્સે મુસાફરોને તેમની ફ્લાઇટ્સના નિર્ધારિત પ્રસ્થાન સમય પહેલા એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપી છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં દેશના સૌથી મોટા અને વ્યસ્ત એરપોર્ટ IGIA એ શુક્રવારે જણાવ્યું હતું કે, કામગીરી સામાન્ય છે. જોકે, બદલાતી એરસ્પેસ પરિસ્થિતિઓ અને સુરક્ષા પગલાંને કારણે કેટલાક ફ્લાઇટ શેડ્યૂલ અને સુરક્ષા તપાસના સમય પર અસર પડી છે.
અસરગ્રસ્ત એરપોર્ટમાં આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડોન, જમ્મુ, જેસલમેર, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા (ગગ્ગલ), કેશોદ, કિશનગઢ, કુલુ મનાલી (ભુંતર) અને લેહનો સમાવેશ થાય છે.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના જણાવ્યા અનુસાર, લુધિયાણા, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ (હિરાસર), સરસવા, શિમલા, શ્રીનગર, થોઇસ અને ઉત્તરલાઈને પણ નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ કરવામાં આવ્યા છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
