News of Saturday, 10th May 2025
ટ્રમ્પની જાહેરાત : અમેરિકાની મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપૂર્ણ યુદ્ધવિરામનો કરાર! બન્ને દેશોએ હજુ સત્તાવાર જાહેરાત નથી કરી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને સંયમ દાખવવા અને શાંતિ જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા

વોશિંગ્ટન, તા. ૧૦ મે: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર જાહેરાત કરી છે કે અમેરિકાની મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામનો કરાર થયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોને સંયમ દાખવવા અને શાંતિ જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. જોકે હજી, ભારત કે પાકિસ્તાન તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, "અમેરિકા દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલી લાંબી રાતની વાટાઘાટો બાદ, મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. સામાન્ય સમજ અને મહાન બુદ્ધિનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબતે ધ્યાન આપવા બદલ આભાર!"
રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ જાહેરાત બાદ વિશ્વભરના દેશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને શાંતિ સ્થાપવાના પ્રયાસોને આવકાર્યા છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
