તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Saturday, 10th May 2025
અભી બોલા, અભી ફોક! યુદ્ધવિરામ ભંગ! પાકિસ્તાન દ્વારા આરએસ પુરા, અખનૂર, ચાંબ અને ભીમ્બરમાં એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન : ભારે મોર્ટાર શેલિંગ ચાલુ
યુદ્ધવિરામની જાહેરાત બાદ જમ્મુમાં અનેક ધડાકા સંભળાયા : આકાશમાં શંકાસ્પદ વસ્તુઓ દેખાઈ : ઉધમપુર અને સાંબામાં એર સાયરન વાગ્યા

જમ્મુ/શ્રીનગર : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા (LoC) પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ન્યૂઝફર્સ્ટના અહેવાલ અનુસાર, પાકિસ્તાને આરએસ પુરા, અખનૂર, ચાંબ અને ભીમ્બર સેક્ટરમાં ભારે મોર્ટાર શેલિંગ શરૂ કર્યું છે. જમ્મુના અનેક વિસ્તારોમાં જોરદાર ધડાકા સંભળાયા છે અને આકાશમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ જોવા મળી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના અખનૂર સહિત અનેક સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આર્ટિલરી શેલિંગ અને નાના હથિયારોથી ફાયરિંગના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર અને સાંબા વિસ્તારોમાં એર સાયરન વાગ્યાના પણ સમાચાર છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના સૂત્રોએ કાશ્મીર ખીણમાં ભારે ડ્રોન પ્રવૃત્તિની પણ પુષ્ટિ કરી છે. આ ઘટનાક્રમ યુદ્ધવિરામની જાહેરાત બાદ સરહદી વિસ્તારોમાં તંગદિલી ફરીથી વધારી શકે છે. હાલમાં સુરક્ષા દળો પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
