<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

હવે આપણે યુદ્ધના મેદાનમાં મળીશું. લોહીના છેલ્લા ટીપા સુધી લડશું : શાહબાઝ શરીફની ભારતને ધમકી

ભારત સાથે યુદ્ધવિરામના થોડા કલાકો પછી રાષ્ટ્રને સંબોધન કરતી વખતે શાહબાઝ શરીફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ લોહીના છેલ્લા ટીપા સુધી લડશે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારતને ચેતવણી આપતા કહ્યું કે હવે આપણે યુદ્ધના મેદાનમાં મળીશું. ભારત સાથે યુદ્ધવિરામના થોડા કલાકો પછી રાષ્ટ્રને સંબોધન કરતી વખતે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ લોહીના છેલ્લા ટીપા સુધી લડશે.

 પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનો ભંગ કરીને જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં ગોળીબાર શરૂ કરી દીધો છે. તેણે નિયંત્રણ રેખા (LoC) નજીક રાજૌરી, અખનૂર અને સાંબા શહેરો પર ગોળીબાર કર્યો. આ ઉપરાંત શ્રીનગર, ઉધમપુર અને જમ્મુમાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. બધા સ્થળોએ બ્લેકઆઉટ થઈ ગયું છે. શ્રીનગરમાં 20 મિનિટમાં લગભગ 50 વિસ્ફોટો સંભળાયા. શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક પર પણ જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો.

પાકિસ્તાન દ્વારા આ યુદ્ધવિરામ ઉલ્લંઘન એવા સમયે થયું છે જ્યારે તેની જાહેરાત થયાને ચાર કલાક પણ થયા નથી. ભારત અને પાકિસ્તાન બંને તરફથી કહેવામાં આવ્યું હતું કે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ ત્રણ કલાક પછી પણ પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલા શરૂ થઈ ગયા. પહેલા, નિયંત્રણ રેખા નજીકના વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવ્યો. પછી થોડી જ વારમાં પાકિસ્તાની હુમલો શ્રીનગર અને ઉધમપુર સુધી ફેલાઈ ગયો.

(12:18 AM IST)